Abhishek cheated on Aishwarya Rai : અભિનેત્રી ઐશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચન વચ્ચે બધુ ઠીક ન હોવાના સતત અહેવાલો આવતા રહે છે.
હાલમાં જ એક સમાચારે તમામ લોકોને ચૌકાવ્યા છે. આ સમાચાર પર વિશ્વાસ કરીએ તો અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય સાથે દગો કરતા બન્ને અલગ થઈ રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે બન્ને એકદમ અલગ થઈ રહ્યા છે અને તેની પાછળ અભિષેક બચ્ચનનો દગો જવાબદાર છે.
Reddit પર વાયરલ એક પોસ્ટમાં યુઝરે દાવો કર્યો છે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે અંતર વધી ગયુ છે. યુઝરે પોતાની પોસ્ટમાં છેતરપિંડીનો ઉલ્લેખ કર્યો છે. આ યુઝરે કહ્યું કે અભિષેક અને ઐશ્વર્યા આટલા લાંબા સમયથી અલગ રહેવાનું કારણ અભિષેકની છેતરપિંડી છે. અભિષેકે તેની પત્ની સાથે છેતરપિંડી કરી છે. આ અભિનેત્રી અભિષેકની કો-સ્ટાર નિમરત કૌર છે.
આ પોસ્ટે લોકોને ચૌકાવ્યા છે. ઐશ્વર્યા રાય છેલ્લા કેટલાક સમયથી તેના પતિથી દૂર રહે છે અને તેની પુત્રી આરાધ્યા સાથે રહે છે. ઐશ્વર્યા રાય દરેક જગ્યાએ એકલી જોવા મળે છે. અભિનેત્રીની માતાના જન્મદિવસ પર પણ અભિષેક બચ્ચન પણ હાજર નહોતો. આ સ્થિતિમાં અભિષેક અને ઐશ્વર્યાએ આ અંતર કેમ જાળવી રાખ્યું છે તે અંગે અફવાઓનું બજાર ગરમ છે.આ સમાચારો વચ્ચે આ દાવાએ નવી ચર્ચા જગાવી છે. અભિષેક બચ્ચને તેની પત્ની ઐશ્વર્યા રાય સાથે છેતરપિંડી કરી છે, જેના કારણે બંને વચ્ચે અંતર આવી ગયું છે. ઘણા લોકો યુઝરના આ દાવાને ભ્રામક ગણાવી રહ્યા છે જ્યારે ઘણા લોકોને લાગે છે કે તેમાં કંઈક સત્ય છે. લોકો માને છે કે આમાં થોડું સત્ય હોઈ શકે છે.