ભાવનગર જિલ્લામાં આ ખેડૂત અવનવી ખેતી માટે જાણીતા છે. જેમાં ખાસ કરીને ડ્રેગન ફ્રુટ, એવોકાડો ફળ, મોસંબીની ખેતી અને ખારેક જેવી ખેતી કરે છે. જેના થકી તેઓ વર્ષે સારી એવી કમાણી પણ મેળવી રહ્યા છે. જેમણે પ્રથમ વખત લાલ અને સફેદ ચંદનની ખેતી કરી છે.
ભાવનગર: જિલ્લામાં મોટાભાગના ખેડૂતો મગફળી, કપાસ, તેમજ ડુંગળીનું વાવેતર કરતા હોય છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી ઘણા ખેડૂતો હવે બાગાયત ખેતી તેમજ અવનવા પાકોનું વાવેતર પણ કરતા થયા છે. જેના થકી ખેડૂતો અન્ય પાકોની સરખામણીએ સારી એવી કમાણી મેળવી રહ્યા છે. જેમાં ભાવનગરના કોદિયા ગામમાં રહેતા ખેડૂત દાનુભાઈ સોલંકીનો પણ સમાવેશ થાય છે. તેઓ અવનવી ખેતી માટે જાણીતા છે.
માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના કોદિયા ગામે રહેતા ખેડૂત દાનુભાઈ રાણાભાઈ સોલંકી કે જેઓએ પ્રાથમિક સુધીનો અભ્યાસ કર્યો છે. જેઓ છેલ્લા 20 થી 22 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ભાવનગર જિલ્લામાં આ ખેડૂત અવનવી ખેતી માટે જાણીતા છે. જેમાં ખાસ કરીને ડ્રેગન ફ્રૂટ, એવોકાડો ફળ, મોસંબીની ખેતી અને ખારેક જેવી ખેતી કરે છે. જેના થકી તેઓ વર્ષે સારી એવી કમાણી પણ મેળવી રહ્યા છે.
800 છોડમાંથી 100 છોડ ફેલ ગયા
હાલ આ ખેડૂતે ડ્રેગન ફ્રૂટની વચ્ચે 400 લાલ ચંદનના છોડ તેમજ 400 સફેદ ચંદનના છોડનું વાવેતર કર્યું છે. પરંતુ, તેમાંથી 100 જેટલા છોડ ફેલ ગયા છે. હાલ 700ની આસપાસ છોડનું ઉછેર થયું છે. સામાન્ય રીતે ભારતમાં ચંદન દક્ષિણ અને પૂર્વમાં તેમજ ગુજરાતમાં વલસાડ, બનાસકાંઠા, સહિત વિસ્તારોમાં તેનું વાવેતર જોવા મળે છે. પરંતુ હવે ભાવનગર જિલ્લામાં પણ આ ખેડૂતે ચંદનનું વાવેતર કર્યું છે.
400 છોડ લાલ ચંદન અને 400 સફેદ ચંદનના છોડની ખેતી
સામાન્ય રીતે ચંદનના વાવેતર 14 થી 18 વર્ષ તેની કાપણી કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું વેચાણ શરૂ થાય છે. ચંદનનો છોડ સામાન્ય છોડની જેમ જ તેનો ઉછેર કરવામાં આવે છે તેમાં કોઈ અલગથી માવજત કરવામાં આવતી નથી. આ અંગે ખેડૂત દાનુભાઈ રાણાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, મેં પ્રાથમિક સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા 20 વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું. હાલ મેં 400 છોડ લાલ ચંદન તેમજ 400 સફેદ ચંદનના છોડ આમલા ખાતે આવેલ નર્સરીમાંથી લાવી વાવેતર કર્યું છે. આ એક છોડની કિંમત 110 રૂપિયાની આસપાસ હતી. વાવેતરમાંથી હાલ 700 જેટલા છોડનો ઉછેર થયો છે. જ્યારે 100 જેટલા છોડ ફેલ ગયા હતા.ચંદનની ખેતી બાબતે વિચાર કેવી રીતે આવ્યો તે બાબતે ખેડૂતે જણાવ્યું હતું કે, હું બાગાયતની વિવિધ ખેતી કરી રહ્યો છું. ડ્રેગન ફ્રૂટ, મોસંબી જેવી વિવિધ ખેતી કરી રહ્યો છું અને અહીં અવારનવાર મુલાકાતે ભાવનગરના બાગાયત અધિકારી આવતા હોય છે. જેણે આ બાબતે મને માહિતી આપી અને ત્યારબાદ મેં ચંદનનું વાવેતર કર્યું છે. હાલ આઠ થી નવ વર્ષ પહેલા ચંદનનું વાવેતર કરવામાં આવ્યું હતું. ચંદનના વાવેતર માટે હાલ ડ્રેગન ફ્રૂટની વચ્ચે મિક્સમાં વાવેતર કરવામાં આવ્યું છે. ચંદનના વાવેતરમાં તેમાં કોઈપણ પ્રકારની ખાતર કે દવાની જરૂરિયાત રહેતી નથી અને તે સામાન્ય વૃક્ષની જેમ જ ઉછેર કરવામાં આવે છે. ચંદનની ખેતીમાં આગળ જતા વેચાણ બાબતે કહેવું અત્યારે મુશ્કેલ ગણાય કારણ કે, આ વાવેતર પ્રથમવાર કરવામાં આવ્યો છે. તેની આવક કેવી થાય છે. તેમાં નફો કેવો રહેશે તે બાબતે હાલ કોઈ અનુભવ નથી. પરંતુ જાણવા મળેલી માહિતી અનુસાર આ ખેતીમાં નફો સારો મળી રહે છે.