આસામના એક નાનકડા શહેર ડિબ્રુગઢથી આવેલા કિશન બગરિયાની, જેણે માત્ર 26 વર્ષની ઉંમરે પોતાની કુશળતા સાબિત કરી છે. તેણે એવી એપ બનાવી કે દુનિયાભરની મોટી કંપનીઓ તેની પ્રોડક્ટ્સ ખરીદવા માટે લાઈનો લગાવી. એટલું જ નહીં આ એપ વેચીને તે આજે 400 કરોડ રૂપિયાના માલિક બની ગયા છે.એવું કહેવાય છે કે જો તમે ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ જાણો છો, તો તે તમારા જીવનને સુધારવાની શક્તિ ધરાવે છે. આજે ઘણા યુવાનો ટેક્નોલોજી ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યા છે. ફેસબુક હોય, વોટ્સએપ હોય કે ઇન્સ્ટાગ્રામ, આજે આખી દુનિયા એ લોકોને ઓળખે છે જેમણે તેમને વિકસાવ્યા છે. આ બધાની એક ખાસ વાત એ છે કે તેમને શરૂઆતના તબક્કામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આજે તેનો ઉપયોગ દુનિયાના દરેક ખૂણામાં થઈ રહ્યો છે.
Author: VS NEWS DESK
pradeep blr