Search
Close this search box.

IPL 2025: એબી ડીવિલિયર્સનો RCB કેપ્ટનને લઇને મોટો ખુલાસો, જાણો કોણ હશે?

નવી સિઝન માટે તમામ ટીમોની ટીમો જાહેર કરવામાં આવી છે. જો કે હવે ઘણી ટીમોના કેપ્ટન બદલાતા જોવા મળશે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પણ સામેલ છે. મેગા ઓક્શન પહેલા RCBએ તેના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને રિલીઝ કર્યો હતો, ત્યારબાદ ફાફ દિલ્હી કેપિટલ્સનો ભાગ બની ગયો છે. બીજી તરફ RCBએ મેગા ઓક્શનમાં પણ કેપ્ટનશિપનો અનુભવ ધરાવતા કોઈ ખેલાડીને ખરીદ્યો નથી. હવે ટીમના પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સે RCBના નવા કેપ્ટનને લઈને મોટો સંકેત આપ્યો છે. જેના કારણે ચાહકોના ચહેરા પર ચમક આવી જશે.

તો કોહલી કેપ્ટન બની શકે !

મેગા ઓક્શન પહેલા જ એવી અટકળો ચાલી રહી હતી કે વિરાટ કોહલી ફરી એકવાર RCBની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. કોહલીએ વર્ષ 2021માં RCBની કેપ્ટનશીપ છોડી દીધી હતી. હવે એબી ડી વિલિયર્સે પોતાની યુટ્યુબ ચેનલ પર આરસીબીના નવા કેપ્ટન વિશે કહ્યું કે, ટીમને જોતા મને લાગે છે કે વિરાટ કોહલી કેપ્ટનશીપ કરશે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.

 

ખૂબ સંતુલિત ટીમ લાગે છે આરસીબી

ડી વિલિયર્સે વધુમાં કહ્યું કે, અમે હરાજીમાં કેટલીક તકો ગુમાવી હતી. અમે રબાડાને ખરીદી શક્યા હોત પણ એવું ન થઈ શક્યું પરંતુ અમને લુંગી એનગિડી મળી ગયો. આ સિવાય અમે ભુવનેશ્વર કુમારને ખરીદ્યો, હું જોશ હેઝલવુડથી ખુશ છું. પરંતુ અમે આર અશ્વિનને પણ મિસ કર્યો, જેના કારણે અશ્વિન ફરીથી ચેન્નાઈ સુપર કિંગ્સ તરફ ગયો. કુલ મળીને RCB ખૂબ જ સંતુલિત ટીમ લાગે છે, હું તેનાથી ઘણો ખુશ છું. જોકે અમે હજુ પણ મેચ વિનિંગ સ્પિનર ​​ગુમાવી રહ્યા છીએ.

આરસીબીએ 13 ખેલાડીઓ ખરીદ્યા

આ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025ની મેગા ઓક્શનમાં 13 ખેલાડીઓને ખરીદ્યા છે. જેમાં સૌથી મોંઘા ખેલાડી જોશ હેઝલવુડ છે, જેને RCBએ 12.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ વખતે આરસીબીએ 4 બેટ્સમેન અને 9 બોલર ખરીદ્યા છે.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು