Jaguar New Electric Car: જગુઆર ઇલેક્ટ્રિક કાર મચાવશે ધમાલ, 770 કિમી રેન્જ વાળી Type 00 કોન્સેપ્ટ કાર રજૂ

Jaguar Concept Car Reveal: જગુઆર કંપની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી રહી છે. જગુઆર દ્વાર ટાઇપ 00 કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક કાર મિયામી આર્ટ વીક 2024માં રજૂ કરવામાં આવી છે. જાણો ન્યુ જનરેશનની જગુઆર ઇલેક્ટ્રિક કાર વિશે સંપૂર્ણ જાણકારી.

Jaguar Barbie Pink Electric Car: જગુઆર કંપનીએ પણ ઇલેક્ટ્રિક વ્હીકલ કોન્સેપ્ટ કાર ટાઇપ 00 (Type 00) જીટી લોન્ચ કરી છે. જગુઆર દ્વારા ટુંક સમમયાં આ ઇ કારનું પ્રોડક્શન શરૂ કરવામાં આવશે. જગુઆરે મિયામી આર્ટ વીક 2024માં ટાઇપ 00 કોન્સેપ્ટ પ્રદર્શિત કરી છે. જગુઆરના અપકમિંગ ન્યુ જનરેશનના ઇલેક્ટ્રિક વ્હીકલની અહીં જાણકારી આપવામાં આવી છે.

Jaguar Type 00 EV Concept: ડિઝાઇન અને ફીચર

નવી જગુઆર ટાઇપ 00 કોન્સેપ્ટ કારની ડિઝાઇન પોલરાઇઝ્ડ કરી રહી છે. તેમા એક ડિઝાઇન બોક્સી ડિઝાઇન છે, પરંતુ પાછળના ભાગમાં ઊંચા બોનેટ અને કૂપ જેવા ફિનિશ જેવા વિશિષ્ટ જીટી (GT) પ્રપોર્શન છે. કેબિન કારની પાછળની તરફ સેટ કરવામાં આવી છે, જ્યારે ફ્રન્ટમાં સ્લીક લાઇટ્સ સાથે સીધી ડિઝાઇન આપવામાં આવી છે. એકંદરે ડિઝાઇન નીચી-નમેલી છે, પરંતુ સીધી ફ્રન્ટ ગ્રિલ પોલરાઇઝ્ડ થોર્ટ લાવી શકે છે. પાછળની તરફ, ટેઈલલેમ્પ્સ બોડીવર્કના મધ્ય ભાગમાં સેટ કરવામાં આવ્યા છે જ્યારે કારમાં પાછળનો ગ્લાસ નથી.

Jaguar Type 00 EV Concept: ઇન્ટીરિયર

જગુઆર ટાઇપ 00 કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક કારમાં ઓછામાં ઓછું ઇન્ટિરિયર છે અને ડ્રાઇવર અને પેસેન્જર સેક્શનને એમ્બોસ્ડ સેન્ટર કન્સોલ દ્વારા ડિવાઇડ કરવામાં આવ્યું છે. કેબિનમાં બે મોટા ફોલ્ડ-અવે ડિસ્પ્લે આપવામાં આવ્યા છે અને કંપનીનું કહેવું છે કે ઇન-કાર અનુભવને ત્રણ – ટોટેમ, બ્રાસ, ટ્રેવર્ટાઇ અને અલબાસ્ટર મારફતે તૈયાર કરી શકાય છે.

જગુઆરનું કહેવું છે કે, આ ટોટેમ્સનો ઉપયોગ કરીને, કોઈ પણ વ્યક્તિ સ્ક્રીન ગ્રાફિક્સ અને એમ્બિયન્ટ લાઇટ સિસ્ટમ વગેરેને એડજસ્ટ કરવા જેવા ઇન્ટિરિયર મૂડ સેટ કરી શકે છે.

Jaguar Type 00 EV Concept: બેટરી રેન્જ અને સ્પેસિફિકેશન્સ

બેટરી સ્પેસિફિકેશન્સ અને અન્ય ડિટેલ્સની વાત કરીએ તો જગુઆર ટાઇપ 00 કોન્સેપ્ટ વિશે કંઇ પણ જણાવ્યું નથી. જો કે કંપનીએ કહ્યું છે કે જગુઆર ટાઇપ 00ના પ્રોડક્શન મોડલમાં ફુલ ચાર્જ પર 770 કિમીની રેન્જ હશે અને કાર ક્વિક ચાર્જ સાથે માત્ર 10 મિનિટના ચાર્જ પર 321 કિમી ચાલી શકે છે.

જગુઆર ઇલેક્ટ્રિક કાર ટાઇપ 00 કોન્સેપ્ટ ક્યારે લોન્ચ થશે?

જગુઆર ટાઇપ 00 કોન્સેપ્ટ JEA પ્લેટફોર્મ પર આધારિત હશે, જે ખાસ કરીને ઇવી માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તે બ્રાન્ડના તમામ ભાવિ ઇલેક્ટ્રિક વાહનો માટે આધાર બનાવશે. જગુઆર ટાઇપ 00 કોન્સેપ્ટનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થશે અને તેનું વેચાણ 2025 સુધીમાં વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવી શકે છે.

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು