મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. આ ઘટના દેવાસ શહેરના નયાપુરા વિસ્તારમાં બની હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મૃતકોમાં પતિ, પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. ઘરના ભોંયતળિયે જ એક ડેરી ચાલતી હતી, જેમાં આગ ફાટી નીકળી હતી અને ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
થોડીવારમાં આગ આખા બિલ્ડીંગમાં ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બીજા માળે રહેતા પતિ, પત્ની અને બે બાળકોના કરૂણ મોત નિપજ્યા હતા. મૃતકોની ઓળખ દિનેશ, તેની પત્ની ગાયત્રી, પુત્રી ઈશિકા અને પુત્ર ચિરાગ તરીકે થઈ છે. દિનેશ વ્યવસાયે સુથાર હતો અને ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર ડેરી પણ ચલાવતો હતો. આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી.
આ આગમાં શ્વાસ રૂંધાવાથી ચાર લોકોના મોત થયા છે
આ આગમાં શ્વાસ રૂંધાવાથી ચાર લોકોના મોત થયા છે. મૃતકોના નામ પણ સામે આવ્યા છે. મૃત્યુ પામેલાઓમાં દિનેશ સુથારની ઉંમર 35 વર્ષ, ગાયત્રી સુથાર 30 વર્ષની, ઈશિકા 10 વર્ષ અને ચિરાગ 7 વર્ષનો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે દિનેશ પોતાના પરિવાર સાથે આ ઘરમાં રહેતો હતો અને ગ્રાઉન્ડ ફ્લોર પર ડેરી ચલાવતો હતો. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે.
ગઇ કાલે જયપુરમાં થયો હતો ભયાનક અકસ્માત
ગઇ કાલે જયપુરમાં પેટ્રોલ પંપ પાસે LPG ટ્રક અને CNG ટ્રક વચ્ચે ભયાનક અથડામણ થતા ભયાનક અકસ્માત થયો હતો. આ આગમાં એક પછી એક 40 થી વધુ વાહનો અથડાઈ ગયા હતા. આટલું જ નહીં, એક બસ પણ તેની સાથે અથડાઈ હતી, જેના પછી નાસભાગ થઇ ગઈ હતી. આ બસમાં મુસાફરી કરી રહેલા 7 મુસાફરો જીવતા દાઝી ગયા હતા, જ્યારે 40 થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમને જયપુરની SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવામાં વ્યસ્ત હતી.
મળતી માહિતી મુજબ, આ હૃદયદ્રાવક ઘટના બેદરકારીના કારણે બની હતી. સીએનજી ટેન્કર રોંગ સાઇડથી આવી રહ્યું હતું અને એલપીજી ટ્રક સાથે અથડાયું હતું. બસ આ એક બેદરકારીના કારણે આટલો મોટો અકસ્માત થયો જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.
Author: VS NEWS DESK
pradeep blr