Ahmedabadના વેજલપુરના ફતેહવાડીમાં જૂથ અથડામણમાં એક વ્યકિતનું મોત, પોલીસ થઈ દોડતી

અમદાવાદના વેજલપુરમાં જૂથ અથડામણમાં એક વ્યકતિનું મોત થયું છે,ફતેહવાડીમાં મસ્જિદ પાસે જૂથ અથડામણ થઈ હતી તો ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો,આ અથડામણમાં અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

ધંધાકીય અદાવતમાં બબાલ

વેજલપુર વિસ્તારમાં આવેલ ફતેહવાડીમાં મોડી રાત્રે એક જ પરિવારના સભ્યો વચ્ચે જૂથ અથડામણ તઈ હતી જેમાં ધંધાકીય અદાવતમાં પિતરાઈ ભાઈઓ વચ્ચે આ બબાલ થઈ હતી ઘટનાની જાણ થતા પીઆઈ,એસીપી અને ડીસીપી અને વેજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર ઘટનાનો તાગ મેળવીને ગુનો પણ નોંધ્યો છે,ધંધામાં અંગત અદાવાત છે અને તેને લઈ બન્ને પિતરાઈ ભાઈઓ અને પરિવાર સામસામે આવી ગયો હતો અને માથાકૂટ કરી હતી.

એક વ્યકિતનું મોત

મોડી રાત્રે વેજલપુરમાં જૂથ અથડામણ થઈ હતી જેમાં એક વ્યકિતનું મોત થયું છે,વેજલપુર પોલીસે સમગ્ર ઘટનામાં કુલ 9 લોકો સામે ક્રોસ ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથધરી છે,પોલીસે આસપાસના લોકોના નિવેદનો પણ લીધા છે,મૃતકના પરિવારજનોના પણ નિવેદન નોંધ્યા છે,તો મૃતકનું પીએમ થશે ત્યારબાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે,તો પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરી છે અને આ મામલે વધુ તપાસને લઈ બન્ને પરિવારજનોની પૂછપરછ પણ ઉંડાણ પૂર્વક કરવામાં આવશે.

મહેસાણાના વિસનગરમાં પણ જૂથ અથડામણ થઈ

વિસનગરમાં કડા દરવાજા વિસ્તારમાં આવેલા બહુચર માતાના મંદિર પાસે બે જૂથ વચ્ચે જૂના ઝઘડાની અદાવતને લઇ અથડામણ થઈ હતી. જેમાં જૂથ અથડામણ થતાં બંને પક્ષએ સામસામે પથ્થરમારો કર્યો હતો. બંને જૂથ અથડામણ અંગેની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અથડામણમાં બંને જૂથના લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી હાલ એક યુવકની હાલત ગંભીર છે. પોલીસે સમગ્ર મામલો થાળે પાડી આગળની કાર્યવાહી હાથધરી છે.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr