Surat : ઘરકંકાસથી કંટાળેલા યુવકનું હિચકારું કૃત્ય, પોતાના પરિવારની જ સામુહિક હત્યાનો પ્રયાસ

સુરતમાં ઘરકંકાસના કારણે એક યુવકે પોતાના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો. પત્ની અને પુત્રનું મોત નીપજ્યું, જ્યારે માતા-પિતા ગંભીર રીતે ઘાયલ થયા. પારિવારિક વિવાદ અને સંબંધો તૂટવાથી યુવકે આ કૃત્ય કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઘરકંકાસ વ્યક્તિને હત્યારો પણ બનાવી શકે છે. કઇક આવી જ ઘટના ડાયમંડ સિટી સુરતમાં સામે આવી છે, જ્યાં ઘરકંકાસથી કંટાળેલા યુવકે એક એવા હિચકારા કૃત્યને અંજામ આપ્યો છે. આ ઘટના સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો પણ છે. સરથાણામાં રહેતા સ્મિત જિયાણી નામના યુવકે ઘરકંકાસથી કંટાળીને સામૂહિક હત્યાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો છે.

સમગ્ર પરિવારની હત્યાનો પ્રયાસ

સુરતના સરથાણામાં સ્મિત જિયાણી નામનો યુવક પત્ની, બાળક અને માતા-પિતા સાથે રહેતો હતો. મળતી માહિતી પ્રમાણે ઘરકંકાસના કારણે આખા પરિવારની હત્યાનો પ્રયાસ કર્યો છે. સૌપ્રથમ સ્મિતે પોતાની પત્ની અને બાળકને ચપ્પુના ઝા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ માતા-પિતા પર પણ હિચકારો હુમલો કરીને પોતે આપઘાતનો પ્રયાસ કર્યો છે. સ્મિતના હુમલામાં પત્ની-પુત્રનું મોત નિપજ્યું છે. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત માતા-પિતા અને હુમલો કરનાર સ્મિત હોસ્પિટલના બિછાને છે.

પારિવારિક ઝઘડો બન્યુ કારણ

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે કાકા-બાપાના પરિવારો વચ્ચે વિવાદ સર્જાયો હતો. કાકાના પરિવારે સ્મિતના પરિવાર સાથેના સંબંધો પર પૂર્ણ વિરામ મૂક્યો હતો. આ ઘટનાથી વ્યથિત અને પોતે જીવનમાં એકલો પડી જવાના ડરથી સ્મિતે પોતાના પરિવારનું નિકંદન કાઢી નાખવાની કોશિશ કરી હતી.

 

યુવકે કરી પોતાના ગુનાની કબુલાત

તો સ્મિતની માતાએ પણ પોતાના નિવેદનમાં પારિવારીક કંકાસને પગલે સ્મિતે આ પગલું ભર્યું હોવાની કબૂલાત કરી છે. પોલીસે સ્મિત સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શક્ય છે કે ઘટના પ્રથમ દ્રષ્ટિએ દેખાય તેટલી પારદર્શક ન પણ હોય. સામૂહિક હત્યાના પ્રયાસ પાછળ અન્ય કોઇ પરિબળ પણ જવાબદાર હોઇ શકે. જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું સામે આવે છે.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು