Team Indiaમાં તક ન મળતા યુઝવેન્દ્ર ચહલની મોટી જાહેરાત, લીધો મોટો નિર્ણય

ભારતીય સ્ટાર લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી. ચહલે ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી મેચ વર્ષ 2023માં રમી હતી. જોકે તે 2024 T20 વર્લ્ડ કપની વિજેતા ટીમનો ભાગ હતો. પરંતુ આ ટુર્નામેન્ટમાં પણ તે ફક્ત બેન્ચપર જ બેઠો રહ્યો. હવે તે IPL 2025 દરમિયાન એક્શનમાં જોવા મળશે. આ પહેલા યુઝવેન્દ્ર ચહલે એક મોટો નિર્ણય લીધો છે. આ લીગ પૂરી થતાં જ તે ક્રિકેટ રમવા માટે વિદેશ જશે. જેના માટે તેણે એક ટીમ સાથે કરાર કર્યો છે

યુઝવેન્દ્ર ચહલ વિદેશી ટીમમાં જોડાયો

યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર ઇંગ્લેન્ડમાં રમાનારી કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમવા માટે તૈયાર છે. ચહલ 2025 સીઝનમાં નોર્થમ્પ્ટનશાયર તરફથી રમતા જોવા મળશે. તે પહેલા પણ આ ટીમ માટે રમી ચૂક્યો છે. તેમનો કરાર જૂનથી 2025 સીઝનના અંત સુધી રહેશે. આ સમય દરમિયાન તે કાઉન્ટી ચેમ્પિયનશિપ અને વન-ડે કપ માટે ઉપલબ્ધ રહેશે. આ પહેલા તે 2023 માં આ ક્લબમાં જોડાયો હતો. ત્યારબાદ તેણે નોર્થમ્પ્ટનશાયરને ડિવિઝન ટુમાં ચોથા સ્થાને પહોંચાડ્યું અને ચાર મેચમાં 21.10 ની સરેરાશથી 19 ચેમ્પિયનશિપ વિકેટ લીધી. તે જ સમયે ક્લબ માટે તેના લિસ્ટ A ડેબ્યૂમાં તેણે કેન્ટ સામે 14 રન આપીને 5 વિકેટ લીધી.

યુઝવેન્દ્ર ચહલે ખુશી વ્યક્ત કરી

નોર્થમ્પ્ટનશાયરમાં ફરીથી જોડાવા અંગે યુઝવેન્દ્ર ચહલે કહ્યું ગઈ સિઝનમાં મેં અહીં સમયને ખૂબ આનંદથી માણ્યો હતો, તેથી હું પાછા આવીને ખૂબ જ ખુશ છું. તે ડ્રેસિંગ રૂમમાં કેટલાક મહાન લોકો છે, અને હું ફરીથી તેનો ભાગ બનવા માટે રાહ જોઈ શકતો નથી. અમે સિઝનના અંતે કેટલીક શાનદાર ક્રિકેટ રમી હતી, તેથી આશા છે કે અમે તે પુનરાવર્તન કરી શકીશું અને કેટલીક મોટી જીત મેળવી શકીશું.

બીજી તરફ, નોર્થમ્પ્ટનશાયરના તાજેતરમાં નિયુક્ત મુખ્ય કોચ ડેરેન લેહમેને કહ્યું હું ખરેખર ઉત્સાહિત છું કે વિશ્વના શ્રેષ્ઠ લેગ સ્પિનરોમાંથી એક આ સિઝનમાં નોર્થમ્પ્ટનશાયરમાં પરત ફરી રહ્યો છે.’ તે અમૂલ્ય અનુભવ લાવે છે અને એક સજ્જન વ્યક્તિ છે જે રમતને પ્રેમ કરે છે. જૂનના મધ્યથી સિઝનના અંત સુધી તેને ઉપલબ્ધ રાખવું અમારા માટે ખૂબ જ સારું રહેશે.