Raj Anadkat and munmun dutta Marriage : ટીવીના ફેમસ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ફેમસ થયેલા બે સ્ટાર રાજ અનડકટ અને મુનમુન દત્તા ફરીથી ચર્ચામાં છે.
આ બન્ને સ્ટાર એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાના અહેવાલો આવ્યા હતા. એક સમાચારમાં દાવો કરાયો હતો કે બન્નેએ સગાઈ કરી લીધી છે. હવે અહેવાલ છે કે બન્ને લગ્ન કરવા જઈ રહ્યાં છે.
અનડકટે વર્ષ 2022માં તારક મહેતા શો છોડી દીધો છે. હવે તેને લગ્નને લઈને મૌન તોડ્યુ છે. બીજી તરફ બબીતાજીનું પાત્ર ભજવી રહેલી મુનમુન દત્તા હજુ પણ શોમાં કામ કરે છે.
એક ઈન્ટરવ્યુમાં રાજ અનડકટે કહ્યું કે, તેની માતા ઈચ્છે છે કે તે લગ્ન કરે અને તે હાલમાં તેના માટે પ્લાન કરી રહી છે. મુનમુન દત્તા સાથે સગાઈની અફવા પર પણ ખુલીને વાત કરી.
રાજ અનાડકટ અને મુનમુન દત્તાએ ગુપ્ત રીતે સગાઈ કરી હોવાની વાત પર બંનેએ સ્પષ્ટતા કરી હતી કે આ અફવાઓ સાચી નથી. મુનમુન અને રાજે આ અફવાઓને નકારીને ગુસ્સામાં પ્રતિક્રિયા આપી હતી. હવે ફરી એકવાર જ્યારે રાજ અનડકટને તેમના સંબંધોની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું તો તેણે સ્પષ્ટપણે વાત કરવાનો ઇનકાર કરી દીધો.
રાજ અનડકટે કહ્યું કે, તે મુનમુન વિશે કંઈ કહેવા માંગતો નથી. મેં ક્યારેય તેના વિશે વાત કરી નથી અને હું હાલમાં મારી કારકિર્દી પર ધ્યાન આપી રહ્યો છું. મારી પાસે વાત કરવા માટે બીજા ઘણા વિષયો છે. મારા જીવનમાં જ્યારે પણ હું લગ્ન કરીશ ત્યારે બધાને તેના વિશે ખબર પડશે.
જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી વિવાદોનુ ઘર રહેલો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં મુનમુન દત્તાએ બબીતાજીનું પાત્ર ભજવીને ખુબ લોકપ્રિયતા મેળવી છે. બીજી તરફ રાજ અનડકડે મોસ્ટ ફેમસ ટપ્પુનો રોલ કર્યો છે.