Jammu kashmir New Government : જમ્મુ કાશ્મીરમાં બીજેપીને શરમજનક હાર આપ્યા બાદ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા સીએમ બનવા જઈ રહ્યાં છે.
ઈન્ડિયા ગઠબંધન સાથે ચૂંટણી લડનારી નેશનલ કોન્ફરન્સે તેના નવા સીએન તરીકે ઉમર અબ્દુલ્લાની વરણી કરી છે. અબ્દુલ્લા 16 ઓક્ટોબરે શપથ લેશે.
ઓમર અબ્દુલ્લાએ કાશ્મીરની બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો જીતી છે. ચૂંટણીના પરિણામો બાદ ફારુક અબ્દુલ્લાએ તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે.
ઓમર અબ્દુલ્લા ફરીથી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે. આ પહેલા તે 2009 થી 2014 સુધી અહીં મુખ્યમંત્રી રહ્યાં છે.
ઓમર અબ્દુલ્લાની રાજકીય કારકિર્દી 1998 માં લોકસભાના સભ્ય તરીકે શરૂ થઈ અને તેઓ કેન્દ્રીય પ્રધાન અને વિપક્ષના નેતા બન્યા. હવે ઓમર અબ્દુલ્લા મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ બની રહેલી નવી સરકારની કમાન સંભાળવા જઈ રહ્યા છે.કાશ્મીરની ચૂંટણીમાં બીજેપીને શરમજનક હાર આપતા ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સે 42 અને કોંગ્રેસે 6 સીટો જીતી છે. આ સિવાય આમ આદમી પાર્ટીએ એક અને અન્યના ખાતામાં 6 સીટો ગઈ છે