સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ડેમ ભાદરડેમ ઓવરફલો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.ડેમમાં 12840 કયૂસેક પાણીની આવક નોંધાઈ છે,સાથે સાથે ડેમમાંથી 12840 કયૂસેક પાણીની જાવક નોંધાઈ છે.ડેમના 7 દરવાજા 6 ફૂટ ખોલાયા છે.સાથે સાથે નીચાણવાળા વિસ્તારમાં ન જવા તંત્રએ સૂચના આપી છે.સિઝનમાં અનેક વાર ભાદર ડેમ ઓવરફલો થયો છે.
આસપાસના સ્થાનિકોમાં ખુશીનો માહોલ
ભાદર ડેમ ઓવરફલો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે,સાથે સાથે પીવાના પાણીની પણ સમસ્યા દૂર થશે.હાલમાં નીચાણવાળા વિસ્તારોમાં નહી જવા માટે તંત્રએ સૂચના આપી છે,ભાદર ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવ્યું છે,નદી વિસ્તારમાં ફાયરવિભાગની અને તંત્રની એક ટીમ એલર્ટ છે,ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક યથાવત રહી છે.
નદી બે કાંઠે વહેતી થઈ
ભાદર નદીમાં પાણીની ભરપૂર આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ છે.નદી મારફતે નાના ચેકડેમાં પાણીની આવક થઈ છે,ડેમમાં પાણીની આવક થતા આ વખતે પીવાના પાણીની તકલીફ ઓછી સર્જાશે સાથે સાથે ખેડૂતોને પિયત માટે પાણી પણ મળી રહેશે,ભાદર-1 ડેમ સિઝનમાં ત્રીજી વખત ઓવરફલો થયો છે.ભાદર નદીમાં પણ ભરપૂર પાણીની આવક થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે,મહત્વનું છે કે આ વખતે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થવાથી ડેમો અને ચેકડેમો છલકાઈ ગયા છે.
ખેડૂતોને સિંચાઈ માટે ડેમમાંથી પાણી આપવા આવે છે
આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર ખોડલધામ જૂથ યોજના, વીરપુર સહિત 22 લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આમ તો સિંચાઈના હેતુ માટે જ બનાવેલ આ ડેમ તેની 78 km લંબાઇ ધરાવતી મેઈન કેનાલ દ્વારા 46 ગામોની 36,842 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડે છે.જેતપુર અને રાજકોટને પાણી પૂરું પાડતા ભાદર -1 ડેમના નિર્માણનું કાર્ય 1952 માં શરૂ થયું હતું અને 1964 માં ડેમ નિર્માણ થયો હતો. ત્યારથી આ ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સાબિત થયો છે.