ભુજ તાલુકાના ખારી ગામે પ્રેમી યુગલે કાયમ માટે એકમેક થવા માટે અજાણ્યા વૃદ્ધની હત્યા કરી લાશને સળગાવી પ્રેમિકાના આપઘાતમાં ખપાવી દીધી હતી.ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર આપે તેવી આ ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે.ખાવડા પોલીસે પ્રેમી યુગલને ઝડપી પાડ્યું છે અને વધુ તપાસ હાથધરી છે
રામીબેન આહીર અને અનિલ ગાગલ બંને એક બીજાના પ્રેમ હતા.સામાજિક રીતે બંનેના લગ્ન શક્ય ન હતા.જેથી રામીબેન આહીર અને તેના પ્રેમી અનિલ ગાગલ સાથે મળીને ફિલ્મ કહાનીને ટક્કર આપે તેવી સ્ટોરી ઊભી કરી.પ્રેમિકા રામી આહિરે આપઘાત કર્યો છે તેવું સાબિત કરવા માટે પ્રેમીએ ૭૨ વર્ષના એક વૃધ્ધનું અપહરણ કર્યું અને બાદમાં આરોપીએ છછી ગામની સીમમાં ગળેટુંપો આપી હત્યા નીપજાવી દીધી.ત્યારબાદ ૪-૦૭ -૨૦૨૪ સવારે અનિલે પોતાના વાડામાં જઈ પ્રેમિકા રામીને બોલાવી બાદમાં બંનેએ કારમાંથી વૃદ્ધની લાશ બહાર કાઢી તેના પર કચરો નાખી પથ્થર મૂકીને છુપાવી દીધી હતી
પરિવારે અંતિમ વિધી પણ કરી દીધી
૫-૦૭-૨૦૨૪ ના રોજ લાશને રામીના ઘરથી દૂર બંને ભેગા મળી લાશને સળગાવી દીધી હતી પ્રેમી યુગલે હત્યા બનાવને આપઘાતમાં ખપાવી દેવા માટે ઘણા સમય પહેલા પ્લાન તૈયાર કર્યો હતો.આ પ્લાન મુજબ રામીએ પોતે જીવનથી કંટાળી ગઈ છે તમને મારી પાસે ઘણી આશા છે જે હું પૂરી કરી શકું તેમ નથી આથી મને માફ કરી દેજો તેવું બોલતી હોવાના અલગ બે વીડિયો બનાવી તેના પિતાને મોકલ્યા હતા.બંને લાશને સળગાવી તેના પર રામીના કપડાં, સાંકડા, બંગડી જેવા ઘરેણાં મૂકી દીધા હતા.લાશને આગ ચાંપી રામી પોતાનો મોબાઈલ ફોન ચંપલ નજીક રાખીને પ્રેમી અનિલ સાથે બાઈક પર ફરાર થઈ ગઈ હતી.પરિવારજનોએ પણ રામીએ આપઘાત કર્યો હોવાનું માની લીધું અને અંતિમ વિધિ પણ કરી નાખી હતી.જે દરમિયાન અચાનક રામી ૨૭-૦૯-૨૦૨૪ ના પિતાની વાડીએ જઈ પોતે જીવિત હોવાનું અને પ્રેમી અનિલ સાથે ભાગી ગઈ હોવાનું જણાવતા ઘટસ્ફોટ થયો હતો.
પરિવારે પોલીસને કરી જાણ
સમગ્ર બનાવ અંગે રામીના પિતાને જાણ થતા તેમણે ખાવડા પોલીસને જાણ કરી ખાવડા પોલીસે બંને પ્રેમી યુગલને ઝડપી પાડી તપાસ કરતા બંને પોલીસ સામે ભાગી પડ્યા આપઘાતનું નાટક રચવા માટે નિર્દોષ વૃદ્ધ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે મરનાર વૃદ્ધ માનકુવા ગામમાં રહેતા ભરત ભાટિયા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.હાલ પોલીસે બંનેના રિમાંડ મેળવી વધુ તપાસ હાથધરી છે.