શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનએ લાઇવ પ્રેસ યોજી જેમાં, તેઓએ લોકસભાના સદસ્ય ગેબીબેનનું નવું નામ આપ્યુ હતુ. તેમણે ગેનીબેનનું નામ ‘ગાયની બેન’ તરીકે સંબોધન કર્યું હતુ. આ સાથે તેમમે પ્રવિણ તોગડિયાનુ નામ પણ ગઈયા તરીકે સંબોધ્યુ હતુ. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ નિવેદન આપતા કહ્યુ કે, ગુજરાતમાં ગાયને રાજ્યમાતા કરાવવાની છે. આપણા પૂર્વજોએ ગાયને માતા કહી હતી. ગાય માત્ર ભારતની જ નહીં વિશ્વની પણ માતા છે. દેશના બંધારણમાં પણ ગાયનું સંવર્ધન કરવાનું લખ્યું છે.
ગાય આપણાં દેશમાં માતા તરીકે ઓળખાય છે. પરંતુ ઘણા લોકો ગાયનુ કતલ કરી ધંધો કરે છે. અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ તેમના નિવેદનમાં કહ્યુ કે, જો ગાય આપણી માતા છે તો તેનુ કતલ કેવી રીતે થઈ શકે. વધુમાં તેમણે કહ્યુ કે, આપણા દેશના રાષ્ટ્ર ધ્વજમાં અશોક સ્તંભ છે તેમાં બળદનું ચિહ્ન છે.
ગાયને રાજ્ય માતા બનાવવાની માંગ
તેમણે કહ્યું, અમે હાલ મહારાષ્ટ્રથી આવીએ છીએ. મુંબઈમાં ગૌ પ્રતિષ્ઠા ધ્વજ આજે પ્રસ્થાપિત થયું છે. એક મરાઠી વ્યક્તિ મને અહીં મુકવા આવ્યા હતા. તેમણે મને કહ્યું કે, આપ ગાયને રાજ્ય માતા બનાવવાની માંગ સાથે નીકળ્યા હતા, અમે મહારાષ્ટ્રને મહારાષ્ટ્ર માતા કરી દીધુ છે. ગુજરાત રાજ્ય છે અને અમે રાજ્યમાતા કરાવવા માંગીએ છીએ. આ દેશમાં ગુજરાતનુ રાજ ચાલે છે. તેથી જો ગુજરાત નક્કી કરી લે કે ગાયને રાષ્ટ્રિય માતા કરવી છે તો વાર ના લાગે.
ગાય માત્ર ભારતની નહીં પણ આખા વિશ્વની માતા
તેમણે વધુમાં કહ્યુ કે, દેશમાં રાજ ગુજરાતનું છે અને દેશ સારી રીતે ચાલે છે. પણ ખબર નહીં લોકો ગાયને માતા તરીકેનુ સ્થાન આપતા લોકો કેમ અચકાઈ છે. આપણા પૂર્વજોએ ગાયને માતા કહ્યું છે. ગાય માત્ર ભારતની નહીં પણ આખા વિશ્વની માતા છે. તમે એક બાજુ ગાયને વિશ્વની માતા કહો છો. અને આપણા દેશમાં ગાયને માતાનુ સ્થાન તો આપી શકતા નથી. તેમણે વધુમાં કહ્યુ કે, ભારતના સવિધાનમાં લખ્યું છે કે, આ દેશ ગૌવંશનું સવર્ધન કરશે. જેનું સંવર્ધન કરવાનું હોય એને કાપી ને કેવી રીતે વેચી શકાય. ભારતનું રાજચિન્હ અશોક સ્તંભ છે. અશોક સતંભની નીચે ચાર ચિહ્નો છે, જેમાં એક ચિહ્ન બળદનુ છે.