કેન્દ્ર સરકારે નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ (એનએસજી)ને વીવીઆઇપી સુરક્ષા જવાબદારીથી મુક્ત કરવા નિર્ણય લીધો છે. સરકારે તે માટેની મુદત પણ નક્કી કરી દીધી છે. હાલમાં વીવીઆઇપી સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત એનએસજી કમાન્ડોને બે મહિનાની મુદતમાં તે સેવામાંથી પાછા ખેંચવામાં આવશે.
નવા આદેશો મુજબ નવ જેટલા વીવીઆઇપીની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય અનામત પોલીસ દળને લેવાની રહેશે. તે નવ વીવીઆઇપીમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુનો પણ સમાવેશ થાય છે. જવાબદારીની તબદીલી આગામી બે મહિનામાં પૂરી કરવામાં આવશે.
એનએસજીના કાર્યમાળખામાં ફેરફાર અંગેના અહેવાલો છેલ્લા કેટલાક સમયથી આવી રહ્યા છે. એનએસજી કમાન્ડોને વીવીઆઇપી સુરક્ષાની જવાબદારીથી મુક્ત કરવાનો નિર્ણય તે બીજો મહત્ત્વનો નિર્ણય છે. આ પહેલાં નરેન્દ્ર મોદી વહીવટી તંત્રે એનએસજી સુરક્ષા કવચ ભારતના વડાપ્રધાન સુધી મર્યાદિત રાખવા નિર્ણય લીધો હતો. સરકારના તાજેતરના આદેશ સૂચવે છે કે હાલમાં ગૃહપ્રધાન અમિત શાહ, ગાંધી પરિવાર જેવા વીઆઇપીની સુરક્ષામાં તૈનાત સીઆરપીએફ બાકીના વીવીઆઇપીની સુરક્ષાની જવાબદારી પણ સંભાળી લેશે.
Author: VS NEWS DESK
pradeep blr