Gujarat Rain Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી): ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે હજી પણ ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટના કોટડા સંઘાનીમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો.બીજી તરફ આજે પણ દક્ષિણ ગુજરાતના વલસાડમાં અને સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે સેવી છે.
24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટના કોટડા સંગાની અને જૂનાગઢના મેંદરડામાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
12 તાલુકામાં એકથી બે ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 12 તાલુકા એવા છે જ્યાં એક ઈંચથી બે ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે.
જિલ્લો તાલુકો વરસાદ (MM)
રાજકોટ કોટડા સંગાની 51
જૂનાગઢ મેંદરડા 47
પોરબંદર રાણાવાવ 38
રાજકોટ જામકંડોરણા 36
જૂનાગઢ માળિયા હાટિના 35
ભરૂચ ઝઘડિયા 34
અમરેલી કુંકાવાવ વાડિયા 32
અમરેલી અમરેલી 30
જૂનાગઢ જૂનાગઢ શહેર 30
જૂનાગઢ જૂનાગઢ 30
સુરત માંગરોલ 26
સુરત ઓલપાડ 24
ક્યાં કેટલો વરસાદ પડ્યો?
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો.
વલસાડ અને જૂનાગઢમાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 17 ઓક્ટોબર 2024, ગુરુવારના દિવસે દક્ષિણ ગુજરાતના વલસાડ અને સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત પંચમહાલા, દાહોદ, વલોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડી શકે છે.
Author: VS NEWS DESK
pradeep blr