Femina Miss India 2024 | ફેમિના મિસ ઈન્ડિયા 2024 (Femina Miss India 2024) ની ગ્રાન્ડ ફિનાલમાં સ્ટાર્સનો જમાવડો હતો. વરલી, મુંબઈમાં બુધવારે રાત્રે ફેમસ સ્ટુડિયોએ ભારતની સૌથી પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધાની 60મી વર્ષગાંઠનું આયોજન કર્યું હતું. આખરે હવે ફેમિના મિસ ઈન્ડિયા 2024ની વિજેતા બની ગઈ છે. મધ્યપ્રદેશની નિકિતા પોરવાલને એક શાનદાર સમારંભમાં ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2024નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. હવે તે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ફેમિના મિસ ઈન્ડિયા 2024 (Femina Miss India 2024)
દાદરા અને નગર હવેલી (કેન્દ્રશાસિત પ્રદેશ) ના રેખા પાંડેને ફેમિના મિસ ઈન્ડિયા 2024 ની પ્રથમ રનર અપ અને ગુજરાતની આયુષી ધોળકિયાને ફેમિના મિસ ઈન્ડિયા 2024 ની સેકન્ડ રનર અપનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. નિકિતા પોરવાલ, રેખા પાંડે અને આયુષી ધોળકિયાનું નેહા ધૂપિયા દ્વારા ગુલદસ્તા આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
ઇવનિંગની શરૂઆત ‘ટોપ 30 સ્ટેટ વિનર’ના પરિચય સાથે ફેશન સિક્વન્સ સાથે થઈ હતી. સુંદરીઓએ ડિઝાઈનર નિકિતા મ્હાસલકરનું કલેક્શન પહેર્યું હતું જેમાં ઉત્કૃષ્ટ રીતે બનાવેલા, ગ્લેમરસ અને જટિલ રીતે એમ્બ્રોઇડરી કરેલા ડ્રેસનો સમાવેશ થતો હતો જે દરેક રાજ્ય વિજેતાની યુનિક ક્વોલિટી દર્શાવે છે.
બેન્ડ ઓફ બોયઝના પરફોર્મન્સે પ્રેક્ષકોને 2000 ના દાયકાની નોસ્ટાલ્જીયાનો ભારે ડોઝ આપ્યો હતો. ફેમિના મિસ ઇન્ડિયાની 60મી વર્ષગાંઠ નિમિત્તે, નારાયણ જ્વેલર્સ દ્વારા ડિઝાઇન કરાયેલા વિજેતાઓ માટે ત્રણ નવા ક્રાઉનનું સ્ટેજ પર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ફેશન શોકેસના બીજા રાઉન્ડમાં ટોપના 30 રાજ્ય વિજેતાઓએ ફેશન આઇકોન્સ પોર્ટિયા અને સ્કારલેટના આઉટફિટ પહેરેલા જોવા મળ્યા હતા અને ખાસ 60મી વર્ષગાંઠ નિમિત્તે મિસ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશને એક ખાસ મ્યુઝિકલ ‘રાઇઝ ઓફ ધ ક્વીન’ પણ લોન્ચ કર્યું હતું.
આ પ્રસંગે ફેમિના મિસ ઈન્ડિયા અરુણાચલ પ્રદેશ 2024, તાડુ લુનિયાને પ્રતિષ્ઠિત ટાઈમ્સ મિસ બ્યુટી વિથ પર્પઝ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ દરમિયાન ફેમિના મિસ ઈન્ડિયા મેઘાલય 2024, એન્જેલિયા મારવીનને ટાઈમ્સ મિસ મલ્ટીમીડિયા એવોર્ડ વિજેતા તરીકે સન્માનિત કરવામાં આવી હતી, બંનેએ ટોચના 15માં તેનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું. તે જ સમયે, સંગીતા બિજલાનીએ ગ્લેમરસ અવતારમાં તેના અદભૂત અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે નેહા ધૂપિયાએ પણ હાજરી આપી હતી.
ટોચના 15 સ્પર્ધકોએ સવાલ જવાબ સેગમેન્ટમાં અંતિમ કસોટીનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ડિઝાઇનર નિકિતા મ્હાસાલકર, અભિનેત્રી સંગીતા બિજલાણી, દિગ્દર્શક અનીસ બઝમી, અભિનેત્રી અને ભૂતપૂર્વ સૌંદર્ય રાણી નેહા ધૂપિયા, કોરિયોગ્રાફર બોસ્કો માર્ટીસ અને નિર્દેશક મધુર ભંડારકરનો સમાવેશ થાય છે. રાઘવ જુયાલ અને ગાયત્રી ભારદ્વાજના અભિનયથી અદભૂત સાંજ વધુ ઉજ્જવળ બની હતી. પાંચ પ્રાદેશિક વિજેતાઓમાં ફેમિના મિસ ઈન્ડિયા નોર્થઈસ્ટ 2024- એન્જેલિયા માર્વિન, ફેમિના મિસ ઈન્ડિયા નોર્થ 2024- સિફ્ટી સિંહ સારંગ, ફેમિના મિસ ઈન્ડિયા સાઉથ 2024- મલિના, ફેમિના મિસ ઈન્ડિયા ઈસ્ટ 2024- રિયા નંદિની અને ફેમિના મિસ ઈન્ડિયા વેસ્ટ 2024- અર્શિયા રાસનો સમાવેશ થાય છે.
Author: VS NEWS DESK
pradeep blr