Honda Electric Bike: હોન્ડા દ્વારા બે ઇલેક્ટ્રિક બાઈક EICMA માં રજૂ, જાણો ડિઝાઇનથી લઇ લોન્ચિંગ સુધી સંપૂર્ણ વિગત

Honda Electric Two Wheeler Concepts Model Debut At EICMA: હોન્ડા દ્વારા બે ઇલેક્ટ્રીક ટુ વ્હીલર હોન્ડા ઇવી ફન કોન્સેપ્ટ અને હોન્ડા ઇવી અર્બન કોન્સેપ્ટ EICMA ઇવેન્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કંપનીએ પૃષ્ટિ કરી છે, આ ઇ બાઈક સિંગલ ચાર્જ પર લગભગ 100 કિમી રેન્જ આપશે

Honda Electric Bike: હોન્ડા દ્વારા બે ઇલેક્ટ્રિક બાઈક EICMA માં રજૂ, જાણો ડિઝાઇનથી લઇ લોન્ચિંગ સુધી સંપૂર્ણ વિગત
                                  Honda Electric Two Wheeler: હોન્ડા મોટર કંપનીએ EICMA ઇવેન્ટમાં બે ઇલેક્ટ્રીક ટુ વ્હીલર હોન્ડા ઇવી ફન કોન્સેપ્ટ અને હોન્ડા ઇવી અર્બન કોન્સેપ્ટ રજૂ કર્યા છે. (PHoto: Social Media)

Honda Electric Two Wheeler Concepts: હોન્ડા કંપનીએ નવા બે ઈલેક્ટ્રિક ટુ વ્હીલર રજૂ કર્યા છે. EICMA ઈવેન્ટમાં હોન્ડા કંપનીએ લેટેસ્ટ ઈ બાઈક રજૂ કરી છે, જે ડિઝાઈનમાં ઘણી શાનદાર દેખાય છે. કંપનીએ ઇટાલીના મિલાનમાં વાર્ષિક ટુ-વ્હીલર એક્ઝિબિશનમાં ઇવી ફન અને ઇવી અર્બન નામના બે નવા ફુલ ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ ટુ વ્હીલર્સ રજૂ કર્યા છે. આ બંને ઈલેક્ટ્રિક બાઈક મોડલ ભવિષ્યમાં રોડ પર દોડતા જોવા મળે તેવી અપેક્ષા છે.

Honda EV Fun Concept : હોન્ડા ઇવી ફન કોન્સેપ્ટઇવી ફન કોન્સેપ્ટ હોન્ડાની પહેલી નેકેડ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ બાઇક છે, જે ફિક્સ્ડ બેટરી પેકથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે તે મિડ સાઇઝ ઇન્ટરનલ કમ્બશન એન્જિન (આઇસીઇ) મોટરસાઇકલની સમકક્ષ પરફોર્મન્સ ઓફર કરે છે. તેની પ્રોડક્શન એડિશન આવતા વર્ષે વેચાણ માટે ઉપલબ્ધ થવાનો અંદાજ છે.

તેની ડિઝાઇનની વાત કરીએ તો, ઇવી ફન કોન્સેપ્ટ ચોક્કસપણે ફ્યુચર મશીનના મશીન જેવું લાગે છે જે તેને પ્રીમિયમ ઇલેક્ટ્રિક મોટરસાયકલ માર્કેટમાં ખૂબ જ કન્ટેમ્પ્રેરી બનાવે છે. તેના પ્રોપોર્શન ખૂબ જ જ્યોમેટ્રિક છે અને બોર્ડ પેનલ્સ એક સાથે સારી રીતે મૂકવામાં આવે તેવું લાગે છે. મુખ્ય હાઇલાઇટ્સમાંની એક એ હેડલેમ્પ સેટઅપ છે જે ઓલા ઇલેક્ટ્રિક રોડસ્ટરની યાદ અપાવે છે.

Honda EV Urban Concept : હોન્ડા ઇવી અર્બન કન્સેપ્ટ

હોન્ડા દ્વારા રજૂ કરવામાં આવેલું બીજું ઇલેક્ટ્રિક બાઈક મોડલ છે ઇવી અર્બન કોન્સેપ્ટ. ઈવી અર્બન એક એવો કોન્સેપ્ટ છે જે હોન્ડાના અર્બન ઇલેક્ટ્રિક મોબિલિટીના વિઝનને અનુરૂપ શરૂઆતથી જ વિકસાવવામાં આવ્યો છે. અનિવાર્યપણે, તે એક મેક્સી-સ્કૂટર છે જેમાં સંભવતઃ બેટરી પેક ફૂટ બોર્ડની ટોચ પર મૂકવામાં આવ્યું છે અને રાઇડરે તેમના પગને સીટ પર ફેરવવું પડશે અને મોટરસાયકલની જેમ પોતાના પગ એક્સટંડેબલ ફુટ પેર પર મૂકવા પડશે.

આ પ્રોટોટાઇપ તેની રિફાઇન્ડ અને સહેજ ઓવર ધ ટોપ ડિઝાઇન સાથે કન્સેપ્ટ સ્ટેજ પર ખૂબ જ દેખાય છે. આ વર્ષની શરૂઆતમાં ભારતમાં લોન્ચ થયેલી BMW CEO4 માં પણ આવું જ કંઇક જોવા મળ્યું છે, જોકે અમે આશા રાખીએ છીએ કે હોન્ડા તેના અંતિમ પ્રોડક્શન વર્ઝનમાં તેમાં અમુક ફેરફાર કરી શકે છે. અત્યાર સુધી હોન્ડા એ આ પ્રોડક્ટ અંગે કોઇ ટેક્નિકલ વિગતો જાહેર કરી નથી.

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು