Ahmedabad: ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED) ચંદીગઢ ઝોનલ ઓફિસ દ્વારા 5 નવેમ્બર, 2024ના રોજ ચંદીગઢ, બદ્દી (હિમાચલ પ્રદેશ), પંચકુલા (હરિયાણા), મોહાલી, અમૃતસર (પંજાબ), દિલ્હી અને અમદાવાદ (ગુજરાત)માં 11 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ઈડીના સર્ચ ઓપરેશન ગુગલાની જૂથની કંપનીઓ સાથે સંકળાયેલા બે બેંક છેતરપિંડીના કેસોની તપાસનો એક ભાગ હતું. જેમાં M/s Super Multicolour Printers Pvt. ltd. અને મેસર્સ ડન ફૂડ્સ પ્રા. લિ. નો સમાવેશે થાય છે. જેના કારણે અનુક્રમે 125.40 કરોડ રૂપિયા અને 53.88 કરોડ રૂપિયાનું ખોટું નુકસાન થયું હતું.
ઈડીની તપાસમાં કંપનીઓના ડાયરેક્ટર્સ અને પ્રમોટર્સ સુનીલ અને સુમન ગુગલાની સહિત અન્ય લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે. કંપનીઓ મલ્ટીકલર ઓફસેટ પ્રિન્ટીંગ અને કોમ્પ્યુટર સ્ટેશનરી સાથે સંકળાયેલી છે.
મેસર્સ સુપર મલ્ટીકલર પ્રિન્ટર્સ પ્રાઈવેટ લિમિટેડ સામે સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે ઈડી દ્વારા મેસર્સ ડન ફૂડ્સ પ્રા. લિ., અને તેમના ડિરેક્ટર્સ અને પ્રમોટર્સ, સુનીલ અને સુમન ગુગલાની, PNB, કેનેરા બેંક, SBI, ICICI અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સહિત બેંકોના કન્સોર્ટિયમને કુલ 179.28 કરોડ રૂપિયાનું જાણી જોઈને નુકસાન પહોંચાડવા બદલ તપાસ હાથ ધરવામાં આવી હતી.
કંપનીઓ દ્વારા કથિત રૂપે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને કન્સોર્ટિયમ બેંકો પાસેથી લોન સુરક્ષિત કરવા માટે છેતરપિંડીથી નાણાકીય પરિણામોમાં વધારો કર્યો હતો, જે પાછળથી તેમની પોતાની જૂથ કંપનીઓ જેમ કે મેસર્સ શિવેક લેબ્સ લિમિટેડ, મેસર્સ સુપર હેલ્થકેર, મેસર્સ સ્કાય બ્લુ પેપર્સ, મેસર્સ યોર્ક પોલિમર, અને અન્ય શેલ કંપનીઓ નકલી વેચાણ/ખરીદી વ્યવહારો દ્વારા તરફ વાળવામાં આવી હતી. “આપ સાંસદ સંજીવ અરોરાના ઘરમાં ઈડીની રેડ, મનિષ સિસોદિયાએ PM મોદી વિશે કહીં આ વાત” ED સર્ચ દરમિયાન ઘણા નવા બેંક ખાતા મળ્યા છે. આ સાથે 3 લાખ રોકડા જપ્ત કર્યા અને ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા એકઠા કરવામાં આવ્યો છે. આ સાથે ઈડી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.