વડોદરાના માંજલપુરનો 9 કરોડનો ગૌરવ પથ વિવાદમાં આવ્યો છે જેને લઈ ધારાસભ્ય યોગેશ પટેલે કામને અટકાવી દીધું છે.મોટી ફૂટપાથ બનાવવાની શરૂઆત કરતા કામ રોકાવાયું છે.બે મહિનાથી ફૂટપાથ મુદ્દે ધારાસભ્ય કરી રહ્યા હતા રજૂઆત પરંતુ ધારાસભ્યની વાત કોઈએ માની નહી જેના કારણે તેમને દુખ પહોંચ્યું અને કામ અટકાવી દીધુ હતુ,ફૂટપાથ નાની અને રોડ પહોળા જોઈએ તેવી માંગ ધારાસભ્યએ કરી હતી.
ધારાસભ્ય અને તંત્રના આંતરિક વિવાદમાં લોકોમાં રોષ
માંજલપુરમાં ગૌરવ પથ રોડને લઈ વિવાદ વધી રહ્યો છે.ફૂટપાથનું કામ બંધ કરાતા નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે,એક તરફનું કામ પૂર્ણ અને એક તરફનું કામ રોકાતા રોષની લાગણી જોવા મળી છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે,આંતરિક મતભેદમાં સ્થાનિકો તકલીફો ભોગવી રહ્યાં છે.માંજલપુર સિનિયર સિટિઝન ગ્રુપે કહ્યું કે કામગીરી શરૂ નહી કરવામાં આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે અને સ્થાનિકો ધારાસભ્ય અને તંત્ર સામે લડી લેવાના મૂડમાં છે.
શાંતિકુંજ સોસાયટી
સમગ્ર મામલે ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન
આ સમગ્ર મામલે ધારાસભ્ય યોગેશ પટેલનું કહેવું છે કે,સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ હતો જેને લઈ મેં કામ રોકાવ્યુ હતુ,સાથે સાથે મોટી ફૂટપાથ બનતા ખાનગી બસો-લારીઓનો જમાવડો થાય છે,તત્કાલીન મેયરે રસ્તા પહોળા કરી ફૂટપાથ નાની કરી હતી તેવો આક્ષેપ ધારાસભ્યએ લગાવ્યો છે,ધારાસભ્યએ વધુમાં કહ્યું કે,બે મહિનાથી સંકલનમાં રજૂઆત કરતો હતો જેને લઈ મેં કામ રોકાવ્યું છે અને મ્યુન્સિપલ કમિશનરે પણ મારી વાતને માન્ય રાખી છે.
રાજય સરકારે ગૌરવ પથ બનાવવા આપી સૂચના
રાજ્ય સરકારે દરેક શહેરમાં ગૌરવ પથ બનાવવાની સૂચના આપી છે. જે અંતર્ગત વડોદરામાં ચાર વિસ્તારમાં ગૌરવ પથ બનાવાઈ રહ્યા છે. ગૌરવ પથમાં રોડ ડામરથી કાર્પેટ ન કરી સર્વિસ ટ્રેક અને ત્યારબાદ ફૂટપાથ બનાવવાનું આયોજન છે. સર્વિસ ટ્રેક પર ટોયલેટ, બેસવાની જગ્યા, બાળકોના રમવાની જગ્યા, સિનિયર સિટીઝન પાર્ક અને સોલાર ટ્રી લગાવવા જેવી સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય. પાલિકાએ ગૌરવ પથમાં જ્યાં ટ્રાફિક ઓછો હોય અને ગંદકી ન થાય તેવા વોલ ટુ વોલ રોડના કોન્સેપ્ટ અંતર્ગત સર્વિસ ટ્રેક બનાવવાનું નક્કી કર્યું છે.
Author: VS NEWS DESK
pradeep blr