Search
Close this search box.

પાકિસ્તાની ખેલાડીઓને ન મળ્યા ભારતના વિઝા, ચેમ્પિયન હોવા છતાં નહીં રમી શકે આ ટૂર્નામેન્ટ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ વધી ગયો છે કારણ કે ભારત સરકારે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી. બંને દેશોના સંબંધોમાં તણાવ માત્ર ક્રિકેટમાં જ નહીં પરંતુ અન્ય રમતોમાં પણ જોવા મળે છે.

પાકિસ્તાની ખેલાડીઓને ન મળ્યા ભારતના વિઝા, ચેમ્પિયન હોવા છતાં નહીં રમી શકે આ ટૂર્નામેન્ટ

ભારત-પાકિસ્તાનના સંબંધોમાં ખટાશની ગંભીર અસર હવે રમતગમત પર દેખાઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને બંને દેશો વચ્ચે તણાવ વધવા લાગ્યો છે કારણ કે ભારત સરકારે આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. આને લઈને તણાવની સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ આ સિવાય બીજી એક રમતમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. અહેવાલો અનુસાર, મોટાભાગના પાકિસ્તાની ખેલાડીઓને ભારતમાં યોજાનારી એશિયા કપ યુથ સ્ક્રેબલ ચેમ્પિયનશિપ માટે વિઝા મળ્યા નથી. પાકિસ્તાની ટીમ આ ટૂર્નામેન્ટની વર્તમાન ચેમ્પિયન છે.

2 મહિનાથી અરજી કરી, છતાં વિઝા ન મળ્યા

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશને ભારતમાં યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે મોટાભાગના ખેલાડીઓની વિઝા અરજીઓ રદ્દ કરી દીધી છે. કેટલાક સિલેક્ટેડ સભ્યોને વિઝા મળ્યા હતા, પરંતુ તેઓને ભારત જવાના એક દિવસ પહેલા જ વિઝા મળ્યા હતા. પાકિસ્તાન સ્ક્રેબલ એસોસિએશન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમના ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે બે મહિના પહેલા ભારતીય હાઈ કમિશનમાં વિઝા માટે અરજી કરી હતી, પરંતુ ઘણા ખેલાડીઓની અરજીઓ કોઈપણ કારણ આપ્યા વિના રદ્દ કરવામાં આવી હતી.

પાકિસ્તાન ટૂર્નામેન્ટનું વર્તમાન ચેમ્પિયન

ખાસ વાત એ છે કે પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનું વર્તમાન ચેમ્પિયન છે અને હવે આ ટૂર્નામેન્ટ તેના વગર રમાશે. અગાઉ 2022 માં, જ્યારે આ ચેમ્પિયનશિપ ભારતમાં યોજાઈ હતી, ત્યારે ખેલાડીઓને વિઝા મળી ગયા હતા અને તેઓએ ટાઈટલ જીત્યું હતું. આ વખતે, જે ખેલાડીઓને વિઝા નથી મળ્યા તેમાં કેટલાક એવા પણ છે જેઓ 2022માં ભારત આવ્યા હતા.

બ્લાઈન્ડ ક્રિકેટ ટીમ રાહ જુએ છે

ચેમ્પિયન્સ ટ્રોફી અને સ્ક્રેબલ ચેમ્પિયનશિપ સિવાય અન્ય ટુર્નામેન્ટને પણ અસર થાય તેમ લાગે છે. ભારતીય બ્લાઈન્ડ ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ભાગ લેવાની છે. આ ટીમને તાજેતરમાં રમત મંત્રાલય તરફથી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (NOC) મળ્યું હતું, જેના કારણે તેમની ટુર્નામેન્ટમાં ભાગ લેવાની આશા વધી રહી છે, પરંતુ તેઓ હજુ પણ ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયની પરવાનગીની રાહ જોઈ રહ્યા છે. જે હાલમાં મળી રહ્યું નથી.

ચેમ્પિયન્સ ટ્રોફીની સ્થિતિ શું છે?

જ્યાં સુધી ચેમ્પિયન્સ ટ્રોફીની વાત છે તો ભારતના ઇનકાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની સરકારની સલાહ લીધી છે. પાકિસ્તાન સરકારની વિનંતી પર, પીસીબીએ હવે ICC ને એક ઈમેલમાં પોતાનું સ્ટેન્ડ જણાવ્યું છે કે તેઓ હાઈબ્રિડ મોડલ માટે તૈયાર નથી અને ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનમાં જ કરવામાં આવશે. બોર્ડે એમ પણ કહ્યું છે કે જો ICC હોસ્ટિંગ રાઈટ્સ છીનવી લેશે તો પાકિસ્તાની ટીમ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. એવું માનવામાં આવે છે કે જો PCB હાઈબ્રિડ મોડલ માટે સહમત ન થાય તો ICC સમગ્ર ટૂર્નામેન્ટનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરી શકે છે.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು