મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ તે હજી નક્કી થઇ શક્યુ નથી. ગત રાત્રે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે 3 કલાક બેઠક ચાલી હતી પરંતુ તેમ છતાં પણ સીએમના નામને લઇને કોઇ વાત સ્પષ્ટ ન થઇ. સૂત્રોના જણાવ્યા મુજબ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારે મોડી રાતે અલગ અલગ વાત કરી છે. ત્રણેય લોકોએ શાહ સાથે કેબિનેટની ફાળવણીને લઇને મંથન કર્યુ છે. પરંતુ સીએમ કોણ તેની સ્પષ્ટતા થઇ શકી નથી.
કોણ હતુ બેઠકમાં હાજર ?
મહત્વનું છે કે ગઇકાલે અમિતશાહના ઘરે મળેલી બેઠકમાં ભાજપ અધ્યક્ષ નડ્ડા પણ હાજર હતા. એનસીપીના સાંસદ સુનીલ તટકરે અને પ્રફુલ પટેલ પણ હાજર હતા. જાણકારી મળી રહી છે કે ધારાસભ્યોની સંખ્યાના હિસાબે ભાજપ લગભગ 20 મંત્રાલયો પોતાની પાસે રાખવા માંગે છે. શિવસેનાને એનસીપી કરતા વધુ મંત્રીપદ મળવાની આશા છે.
આ બેઠક અંગે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે આ બેઠક સારી અને સકારાત્મક હતી. આ પહેલી મુલાકાત હતી. જેમાં શાહ અને જેપી નડ્ડા મળ્યા હતા. શિંદેના જણાવ્યા અનુસાર, મહાયુતિના નેતાઓ મુંબઈમાં બીજી બેઠક કરશે . એક કે બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. આ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રફુલ પટેલ, સુનીલ તટકરે પણ બેઠકમાં હાજર રહ્યા હતા. જો કે આ બેઠકમાં પણ મહારાષ્ટ્રના સીએમનો ચહેરો સામે આવ્યો ન હતો. હવે તમામની નજર આજે મુંબઈમાં યોજાનારી બેઠક પર છે. ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેએ પોતાને સીએમ રેસમાંથી બહાર કરી દીધા હતા. તેમણે કહ્યું કે સીએમને લઇને બીજેપીનો નિર્ણય જે પણ હશે તે મંજૂર હશે.
ક્યારે યોજાશે શપથ ગ્રહણ
ગઇકાલે રાત્રે મળેલી બેઠકમાં કયો વિભાગ કોની પાસે રહેશે તે અંગે કોઈ ચર્ચા થઈ નથી અને સૌથી મહત્વની વાત એ છે કે આ બેઠક બાદ મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો અંત આવ્યો નથી. આ બેઠક ત્રણ કલાક ચાલી હતી. જે બાદ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મોડી રાત્રે મુંબઈ પાછા ફર્યા હતા. જો કે શપથગ્રહણ સમારોહને લઇને એકવાત એવી પણ સામે આવી છે કે શપથ ગ્રહણ સમારોહ 2જી ડિસેમ્બર અથવા 5મી ડિસેમ્બરે થઈ શકે છે.
Author: VS NEWS DESK
pradeep blr