Germany : ક્રિસમસ બજારમાં કાર અકસ્માત, 11ના મોત, 80 ઈજાગ્રસ્ત

જર્મનીમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. એક ઝડપી કાર લોકોથી ભરેલા ક્રિસમસ માર્કેટમાં ઘૂસી ગઈ. વાહને અનેક લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે અને 80થી વધુ લોકો ઘાયલ થયા છે.

Germany : ક્રિસમસ બજારમાં કાર અકસ્માત, 11ના મોત, 80 ઈજાગ્રસ્ત

જર્મનીના મેગડેબર્ગમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. લોકોથી ભરેલા ક્રિસમસ માર્કેટમાં એક સ્પીડમાં આવતી કાર ઘૂસી ગઈ અને તેમને કચડી નાખ્યા. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. જર્મન પોલીસે જણાવ્યું કે કારમાં સવાર વ્યક્તિ સાઉદીનો રહેવાસી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. આ જીવલેણ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 80થી વધુ લોકો ઘાયલ થયા છે.

ગુનેગારની ધરપકડ કરી

આ ઘટના અંગે માહિતી આપતા પ્રાદેશિક વડા રેનર હેસેલોફે જણાવ્યું હતું કે, અજાણ્યો કાર સવાર સાઉદી અરેબિયાનો રહેવાસી છે અને તેની ઉંમર 50 વર્ષ છે. તે એક ડૉક્ટર છે અને પૂર્વીય રાજ્ય સેક્સોની-એનહાલ્ટમાં રહે છે. રેનર હેસેલોફે કહ્યું, અમે ગુનેગારની ધરપકડ કરી છે, તે સાઉદી અરેબિયાનો રહેવાસી છે, ગુનેગાર એક ડૉક્ટર છે જે 2006થી જર્મનીમાં રહે છે.

કેવી રીતે થયો અકસ્માત?

વિદેશી મીડિયાએ સુરક્ષા સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, સ્થાનિક સમય મુજબ સાંજે 7:00 વાગ્યા પછી (1800 GMT) જ્યારે બજારમાં લોકોની ભીડ હતી ત્યારે એક કાળી BMW તેજ ઝડપે ભીડમાં ઘૂસી ગઈ હતી. હેસેલોફે જણાવ્યું હતું કે, સાઉદી વ્યક્તિ ક્રિસમસ માર્કેટમાં મ્યુનિક લાયસન્સ પ્લેટ સાથે ભાડાની કાર લાવ્યો હતો.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr