ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા રૂપિયા 6000 કરોડના BZ કૌંભાડનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા આખરે મહેસાણા જિલ્લાના વિસનગરથી ઝડપાઈ જવા પામ્યો છે. ભાજપના નેતાઓના ખભે ખેસ પહેરાવીને લોકોને ભ્રમિત કરી એકના ડબલ કરવાની લાલચ આપીને ભૂપેન્દ્ર ઝાલાએ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લીમાંથી કરોડો રૂપિયા ઉધરાવી લીધા હતા.
કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલાને ગુજરાત ભાજપના નેતાઓના આર્શિવાદ હોવાની ચોરે અને ચૌટે ચાલી રહેલ ચર્ચા બાદ, આખરે સીઆઈડી ક્રાઈમે તેને ઝડપ્યો છે. ભૂપેન્દ્ર ઝાલા છેલ્લા એક મહિનાથી નાસતો ફરતો હતો. જો કે, સીઆઈડી ક્રાઈમ દ્વારા તેનુ પગેરુ દબાવતા તેના સગડ મહેસાણા જિલ્લાના વિસનગરમાં મળ્યા હતા. આજે સીઆઈડી ક્રાઈમ દ્વારા ભૂપેન્દ્ર ઝાલાની વિસનગરમાંથી ધરપકડ કરીને ગાંધીનગર ખાતે લવાયો છે.
સીઆઈડી ક્રાઈમ દ્વારા રૂપિયા 6000 કરોડના કૌંભાડને ડુંગળીના પડની માફક એક પછી એક ભેદ ખોલવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર ઝાલાએ આ કૌંભાડ આચરવા માટે પોતાની રાજકીય ઓળખને આગળ કરી હતી. જેના આધારે સરકારી નોકરી કરતા નોકરશાહને પણ એજન્ટ બનાવીને લોકોના રૂપિયા ઉસેટવાના કામે લગાડ્યા હતા.
BZ પોન્ઝી સ્કીમના મુખ્ય કૌભાંડી ભુપેન્દ્ર ઝાલાની ધરપકડ કેવી રીતે કરવામાં આવી તેની વિગતો હવે સામે આવી રહી છે. ભૂપેન્દ્ર ઝાલા મહેસાણા જિલ્લામાં હોવાના સગડ મળતા જ, સીઆઇડી ક્રાઈમ આજે શુક્રવાર બપોરના 1 વાગ્યાથી મહેસાણામાં સર્ચ કરતી હતી. 1 વાગ્યાથી મહેસાણા જિલ્લામાં શોધખોળ કરતી સીઆઇડી ક્રાઈમે સાંજે 4 વાગે ભુપેન્દ્ર પટેલને ઝડપ્યો હતો. શંકાસ્પદ સંપર્ક વાળા વ્યક્તિઓ સંડોવાયેલા હોવાની તપાસ કરતી હતી cid
શંકાસ્પદ લોકોની તપાસમાં આવેલી સીઆઇડી ક્રાઈમના હાથે ભુપેન્દ્ર પટેલ ઝડપાયો હોવાની પણ વિગતો સામે આવી રહી છે. ખાનગી રાહે મળેલી બાતમીએ સીઆઇડી ક્રાઈમને ભુપેન્દ્ર ઝાલા સુધી પહોંચાડી હતી. સૂત્રો પાસેથી મળેલ વિગતો અનુસાર, ભૂપેન્દ્ર ઝાલા પોતાના જ સમાજના કેટલાક વ્યક્તિના સતત સંપર્કમાં હતો. સીઆઈડી ક્રાઈમને આ બાબતની ગંધ આવી જતા, ભુપેન્દ્ર ઝાલાની નજીકના વ્યક્તિઓના કોલ ટ્રેસ કરીને આખરે સીઆઈડી ક્રાઈમ ભુપેન્દ્ર ઝાલાના કોલર સુધી પહોંચી ગઈ.
Author: VS NEWS DESK
pradeep blr