Valsadના ડુંગરા વિસ્તારમાં સાત વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરી કરાઈ હત્યા

નાના બાળકો સાથે દુષ્કમના વધી રહેલા કિસ્સાઓ સમાજ માટે ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. વલસાડ જિલ્લાના ડુંગરા વિસ્તારમાંથી સાત વર્ષીય બાળકનું મૃતદેહ મળી આવ્યો હતો જેમાં દુષ્કર્મ બાદ હત્યાનો મામલો સામે આવ્યો છે. મૂળ બિહારના શિવકુમારે નાના બાળકને દસ રૂપિયાની લાલચે વેરાન વિસ્તારમાં લઈ જઈને દુષ્કર્મ આચાર્ય બાદ હત્યા કરતા પરિવારમાં ચકચાર મચી છે..

બાળક ગુમ થતા નોંધાઈ હતી ફરિયાદ

વલસાડ જિલ્લાના ડુંગરા વિસ્તારમાંથી 25મી તારીખના રોજ એક બાળક ગુમ થયું હતું અને બીજા દિવસે સવાર સુધી ન મળતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને પોલીસ ફરિયાદ આપી હતી. ઘટનાની ગંભીરતા ને ધ્યાને લઈ વલસાડ જિલ્લા પોલીસે ટીમો બનાવીને શોધખોળ આધારિત હતી જેમાં સ્થાનિક લોકો અને ડુંગરા પોલીસ સ્ટેશનના અધિકારી અને એલ સી બી પોલીસે તપાસ હાથધરી હતી.ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી હતી.સીસીટીવી કેમેરાની મદદથી તપાસ કરતા બાળક બિહારના ભાગલપુર વિસ્તારના રહીશ અને ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોલી રાખીને રહેતા શિવકુમાર શંકાના આધાર પર પોલીસે ધરપકડ કરી હતી.

બાળકીનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું

પોલીસ દ્વારા બાળકનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું સાથે સીસીટીવી ડ્રોન અને સોશિયલ ઇન્ટેલિજન્સના આધાર પર પોલીસે તપાસ હાથધરી હતી પેનલ પીએમમાં બાળક સાથે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું.ઘટનાની ગંભીરતાને ધ્યાન લીધા બાદ પોલીસે સતર્કતાથી તપાસ શરૂ કરી હતી.

 

નાસ્તો કરવાની લાલચે રૂપિયા આપ્યા

શંકાસ્પદ તરીકે પકડાયેલા શિવ કુમારની પૂછપરછમાં સમગ્ર ઘટનાક્રમનો ભાંડો ફૂટ્યો હતો. આરોપી શિવ કુમારે બાળકને 10 રૂપિયા નાસ્તો કરવા માટે આપીશ એવી લાલચ આપીને બાળકને નજીકમાં આવેલા વેરાન વિસ્તારના ઝાડી ઝાખરામાં લઈ ગયો હતો ત્યાં દુષ્કર્મ આચાર્ય બાદ 28 વર્ષીય શિવકુમારે બાળકની તીક્ષણ હથિયાર વડે હત્યા કરી હતી અને બાળકને જાડીમાં ફેંકી દીધો હતો.પોલીસ એ આ સમગ્ર ઘટનામાં માત્ર 24 કલાક માં જ આરોપીની ધરપકડ કરી હતી વલસાડ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અનેક ટિમો કામે લાગી હતી પોલીસ એ આરોપી ની ધરપકડ કરી કોર્ટ માં રજૂ કર્યો હતો ત્યારે માતા પિતા પોતાના બાળકો ને એકલા અને અજણાતા લોકો સાથે ઓળખાણ કરાવતા ઓ માટે લાલબતી સમાન કિસ્સો છે જે ચેતી જવા માટે જણાવે છે.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr