Ahmedabad: ખ્યાતિકાંડ મુદ્દે મોટા સમાચાર, આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી આવી સામે

અમદાવાદના ખ્યાતિકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. ખ્યાતિ હોસ્પિટલના ગોરખધંધા વિશે આરોગ્ય વિભાગ વાકેફ હતું, છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી.

ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓના રેકોર્ડ પણ મોકલવામાં આવ્યા હતા

Pmjayના ક્લેમ ચૂકવતી ખાનગી કંપનીએ ચોંકાવનારી કબુલાત કરી છે. વર્ષ 2023 અને 2024માં આરોગ્ય વિભાગને આ અંગે જાણ કરાઈ હતી, ખ્યાતિ હોસ્પિટલમાં pmjay યોજના હેઠળ ભ્રષ્ટાચાર થતો હોવાની રજુઆત આરોગ્ય વિભાગને કરવામાં આવી હતી અને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓના રેકોર્ડ પણ મોકલવામાં આવ્યા હતા. ત્યારે pmjayના જનરલ મેનેજર ડોક્ટર શૈલેષ આનંદે આ બંને અરજીઓ દબાવી રાખી હતી અને હેલ્થ વિભાગને પણ અરજી અંગે કોઈ માહિતી પહોંચાડવામાં આવી ન હતી.

ગઈકાલે PMJAYના ડેટા ઓપરેટર મિલાપ પટેલની ધરપકડ કરવામાં આવી

અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલકાંડમાં PMJAY યોજના હેઠળ ખોટી રીતે ઓપરેશન કરી લીધાનું કૌભાંડ બહાર આવ્યું હતું અને પછી એવું ષડ્યંત્ર પણ બહાર આવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલમાંથી ખોટી રીતે અનેક લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં ગાંધીનગર આરોગ્ય વિભાગના કર્મચારીઓ ક્રાઈમ બ્રાન્ચના રડારમાં હતા. અંતે ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે મોડી રાતે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં આરોગ્ય વિભાગના 2 કર્મચારીઓની પૂછપરછ હાલમાં ચાલુ છે. જેની ધરપકડ થઈ તે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. ત્યારે આ દરમિયાન મોટો ઘટસ્ફોટ એ પણ થયો છે કે 10 દિવસ પહેલાં ખોટી રીતે આયુષ્માન કાર્ડ કાઢી આપતી ગેંગ પકડાઈ હતી. આ મિલાપ પટેલ તે ગેંગ સાથે પણ સંડોવાયેલો છે, તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು