BZ Groupમા તલોદ APMCના ચેરમેન સંજય પટેલે સૌથી મહત્વનો ફાળો ભજવ્યો !

સાબરકાંઠામાં થયેલા બીઝેડ ગ્રૂપના કૌંભાંડને લઈ દિવસેને દિવસે નવા-નવા વિવાદો અને નામો સામે આવી રહ્યાં છે ત્યારે તલોદ APMCના ચેરમેન એજન્ટ હોવાી નનામી અરજી વાયરલ થઈ છે.તલોદ APMC ચેરમેન સંજય પટેલ એજન્ટ હોવાનો દાવો છે સાથે સાથે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો નજીક અને મુખ્ય એજન્ટ હોવાનો અરજીમાં દાવો કરવામાં આવ્યો છે.

મુખ્ય એજન્ટ હોવાનો અરજીમાં દાવો

સાબરકાંઠા જિલ્લામાં અરજી ફરતી થઈ છે જેમાં વાત સામે આવી છે કે,તલોદનો મુખ્ય એજન્ટ સંજય પટેલ એ ઝાલાનો નજીકનો માણસ છે ત્યારે કરોડો રૂપિયાના બ્લેક પૈસા વાઈટ કરવા માટે 3 પેઢી ખોલી હતી અને અગાઉ 1.7 કરોડની લૂંટમાં સંજયના ભાઈનું નામ ખુલ્યું હતું સંજય પટેલ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને મહેશ ટ્રેડિંગ અને એમ કે એન્ટરપ્રાઇઝ નામની પેઢીઓ બનાવી છે.APMCમાં ખોટી રીતે લાઇસન્સ આપી ખોટી પેઢી બતાવી છે,કરોડા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.

સંજય પટેલે ખોટા બિલ બનાવ્યાનો નનામી અરજીમાં ઉલ્લેખ

સંજય પટેલના બેન્ક એકાઉન્ટની તપાસ કરવા અરજીમાં માંગ કરવામાં આવી છે,સંજય પટેલ BZ પોન્ઝી સ્કીમમાં મહાઠગનો અંગત તેમજ મુખ્ય એજન્ટ હોવાની નનામી અરજીથી ખળભળાટ મચ્યો છે.નનામી અરજીને પગલે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.સંજય પટેલ એપીએમસીના ખેડૂત ના હોવા છતાં પણ ખોટા બીલો બનાવ્યો હોવાનું આક્ષેપ લાગ્યો છે.ઝાલાએ આરોપીએ 4 વર્ષ પહેલા ડિજિટલ કરન્સીમાં રૂપિયા રોકીને કરોડપતિ બન્યો હતો. જેમાં તેણે 10 કરોડ રોકીને 18 કરોડ બનાવ્યા હતા.

મોટાભાગના લોકોના રૂપિયા ચૂકવાઈ ગયા : ઝાલા

આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત કરતા જણાવ્યું છે કે રૂ. 120 કરોડ હવે લોકોને ચૂકવવાના બાકી છે. બીઝેડ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના રૂ. 6 હજાર કરોડના કૌભાંડની વાતો વચ્ચે આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે તેની પોન્ઝી સ્કીમમાં કુલ 11 હજાર રોકાણકારોએ રોકાણ કર્યું હતું. રોજે રોજ તેની વેબસાઈટમાં રોકાણકારોના નામ સાથેની વિગતોની એન્ટ્રી કરવામાં આવતી હતી.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು