નેપાળની ”બુદ્ધ એરલાઈન્સ”ના વિમાનમાં ક્ષતિ ઉભી થતા વિમાન ખટમંડુ વિમાનગૃહે તુર્તજ પાછું ઉતારવું પડયું

વિમાનમાં એક એન્જિનમાં તણખા દેખાતા વિમાનને તુર્તજ પાછું વાળવું પડયું : વિમાનમાં ક્ર્ સહિતના તમામ ૭૬ જણા બચી ગયા

ખટમંડુ : નેપાળની બુદ્ધ એરલાઈન્સ કંપનીનું વિમાન તેના એક એન્જિનમાં તણખા દેખાતા ખાટમંડુ વિમાનગૃહેથી ઉપડયા પછી તુર્તજ પાછું વાળવું પડયું હતું. આથી વિમાનના છ ક્ર્ સહિતના કુલ ૭૬ વ્યક્તિઓના જાન બચી ગયા હતા. સદ્ભાગ્યે કોઈને ઈજા પણ થઈ ન હતી. પછીથી તમામ પ્રવાસીઓને અન્ય વિમાનની સગવડ કરી, વિમાનના ગંતવ્યસ્થાન ચંદ્રાગહી પહોંચાડવામાં આવ્યા હતા.
આ ઘસાઈ વિગત તેવી છે કે આજે સવારે ૧૦:૩૭ કલાકે, ખટમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ”બુદ્ધ એર”ની ફ્લાઈટ નં. બી.એચ.એ.-૯૫૩, ચંદ્રાગઢ જવા ઉપડયું હતું. ત્યાં તે આકાશ સ્થિત થતા તેના એક એન્જિનમાં પહેલાં તણખા દેખાવા લાગ્યા કે તુર્ત જ પાયલોટે વિમાન પાછું વાળ્યું અને તમામ પેસેન્જરને ઉતરી જવા પાયલોટ કર્યું. તે પૂર્વે તેણે એર-કંટ્રોલને જણાવી દીધું હતું તેથી ફાયર-ફાઈટર્સ સીડી વગેરે ગોઠવી દેવાયા. ત્યાં તો એન્જિનમાં (ડાબા એન્જિનમાં) આગ લાગી પરંતુ પેસેન્જર્સ અને બે પાયલોટસ્ તથા બે સ્ટુડર્ર, બે સ્ટુમર્ડેસ બધા ઉતરી ગયા, બધા સહિસલામત પણ હતા. કોઈને ઈજા પણ થઈ નહીં.

આગ તો ફાયર ફાઈટર્સે બુઝાવી દીધી, પછી બીજા વિમાનની વ્યવસ્થા કરી પ્રવાસીઓને ચંદ્રાગઢ પહોંચાડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ૩ દિવસ પૂર્વે દુબઈથી કેરલ જઈ રહેલી એર-ઈંડીયાની એક્સપ્રેસ ફ્લાઈટ, તેની હાઈડ્રોલિક આ સ્ટીમ ફેઈલ થતા એ ફ્લાઈટ IX ૩૪૪ ને કેરલના કારીપુરમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડયું હતું. તેમાં ૬ ક્રૂ મેમ્બર સહિત ૧૮૨ પ્રવાસીઓ હતા પરંતુ, તે તમામ બચી ગયા હતા.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು