રિક્ષામાં નશીલા પદાર્થોની હેરાફેરી વનસ્પતિ ગાંજા સાથે બે પકડાયા

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વિદેશી દારૃની સાથે નસીલા પદાર્થોની પણ હેરાફેરી વધી છે ત્યારે ચિલોડા પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન પેસેન્જર રીક્ષામાં વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે ભિલોડાના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા અને એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં પોલીસ દ્વારા વિદેશી દારૃની હેરાફેરી અટકાવવા માટે અન્ય જિલ્લામાંથી આવતા વાહનોનું સતત ચેકિંગ કરવામાં આવતું હોય છે અને તેમાં પણ ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર રાજસ્થાન તરફથી આવતા વાહનો તપાસવામાં આવતા હોય છે ત્યારે ગઈકાલે ચિલોડા પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર પરમારની સૂચનાને પગલે પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન હિંમતનગર તરફથી આવી રહેલી એક રીક્ષા શંકાસ્પદ હાલતમાં જણાઈ હતી અને તેમાં પાછળ ત્રણ પેસેન્જર બેઠા હતા. જેથી પોલીસે શંકાને આધારે અંદર તપાસ કરતા વનસ્પતિજન્ય ગાંજાનો મોટો જથ્થો હોવાનુ ધ્યાને આવ્યું હતું. જેના પગલે ચાલકની પૂછપરછ કરતા અન્ય બે વ્યક્તિઓને પેસેન્જર તરીકે બેસાડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે રિક્ષાના ચાલક ભિલોડાના ભવનપુર ગામના અનિલ કાનજીભાઈ સડાત અને સંજય ગીતાભાઈ સડાતને ઝડપી લઇને કડક પૂછપરછ શરૃ કરી હતી ત્યારબાદ એફએસએલને બોલાવીને તપાસ કરતા આ વનસ્પતિ જન્ય ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. પાંચ કિલો સો ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો, મોબાઇલ તેમજ રીક્ષા મળીને કુલ ૧.૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને બંને આરોપીઓ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે સંદર્ભે પૂછપરછ શરૃ કરવામાં આવી છે.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು