ભુજ, તા. 7 : પ્રવાસન ક્ષેત્રે કચ્છ દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ચૂકયું છે અને દેશ-વિદેશના પ્રવાસીઓ પણ કચ્છમાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે કચ્છમાં પ્રથમ ફાઈવ સ્ટાર રિસોર્ટ બનેલા ટાઈમ સ્કવેર કલબ થકી પ્રવાસન વિકાસને વેગ મળશે તેવો સબળ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. પોતાનું શ્રેષ્ઠ આપવા માટે જાણીતા એવા ભુજના ટાઈમ સ્કવેર ગ્રુપના ભદ્રેશ મહેતા અને ચિરાગ શાહ દ્વારા ભુજ – મુંદરા રોડ પર `ધ વિલા’નાં નામે પ્રીમિયમ રહેણાક વિલા સાથેની અત્યાધુનિક ટાઉનશિપનું નિર્માણ કરાયું છે અને હાલ તેની અંદર 40 રૂમ્સ અને 100 વિલા ઉપલબ્ધ છે. થોડા સમયમાં જ રિસોર્ટસમાં 80 નવા રૂમ્સ બનવા જઈ રહ્યા છે, 18 જેટલા મલ્ટિકયુઝન્સ, 3 વિવિધ રેસ્ટોરન્ટ, 2 બેન્કવેટ હોલ,
4 પાર્ટીપ્લોટ્સ, એમ્ફી થિયેટર, ડિસ્કોથેક, સ્પા ઉપરાંત સ્વિમિંગ પુલ, વિવિધ ગેમ્સ રમવાના કોર્ટ જેવી આધુનિક જીવનશૈલીને પૂર્ણ કરતી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ કલબ ડેસ્ટિનેશન વેડિંગ માટે સમગ્ર ભારતમાં હોટ ફેવરિટ બની રહી છે. લગ્ન સમારંભમાં ઈનહાઉસ કેટરિંગ સર્વ કરતી ટાઈમ સ્કવેર કલબના ફૂડના સ્વાદને પણ લોકો વખાણી રહ્યા છે. ફાઈવ સ્ટાર રેટિંગ મળવાની પદ્ધતિ વિશે જણાવતાં ઓમ મહેતાએ જણાવ્યું કે 7 વ્યકિતઓની ઇંછઅઈઈ કમિટી રૂબરૂ નિદર્શન માટે આવી અને 149 જેટલા માપદંડને ચકાસી અને જો તે દરેકનું યોગ્ય રીતે પાલન થતું હોય તો જ ફાઈવ સ્ટાર સર્ટિફિકેટ મંજૂર કરતી હોય છે. માપદંડ માટેની દરેક લાયકાત અને ગુણવત્તા ચકાસી ત્યારબાદ જ ફાઈવ સ્ટાર સર્ટિફિકેટ મંજૂર કરતી હોય છે, જેમાં રિજનલ ડાયરેકટર, પ્રિન્સિપાલ ઓફ સેન્ટ્રલ ઈન્સ્ટિટયૂટ ઓફ હોટેલ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન ઓફ ઈન્ડિયા, હોટેલ એસોસીએશન ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટૂર ઓપરેટર, ટ્રાવેલ એન્જ એસોસીએશન ઓફ ઈન્ડિયાનો સમાવેશ થતો હોય છે વધુ વિગત આપતાં યશ શાહએ જણાવ્યું કે આ માન્યતા માટે 80 ટકા જેટલો સુપરવાઈઝર કેટેગરીનો સ્ટાફ જેમાં મિનિમમ 60 ટકા સ્ટાફ હોસ્પિટાલિટીનો કોર્સ પૂર્ણ કરેલ હોવો જરૂરી છે અને તેમનાં ફિટનેસ અને હેલ્થ સર્ટિફિકેટ સાથે જોડવાનાં હોય છે. રેસ્ટોરન્ટમાં મલ્ટિ ક્યુઝીન્સ ડિશની ગુણવત્તા અને હાઈજીન પણ ચકાસવામાં આવે છે. ઉપરાંત એક હેન્ડીકેપ રૂમ હોવો જરૂરી છે. એવા દરેક ગેસ્ટને કોઈપણ પ્રકારની તકલીન ન રહે તેની દરેક રીતે ચકાસણી થતી હોય છે અને ટાઈમ સ્કવેર ક્લબ આ દરેક માપદંડમાંથી સફળતાપૂવર્ક પસાર થઈ ગૌરવ સાથે ફાઈવ સ્ટાર કેટેગરી મેળવનારી કચ્છની પ્રથમ અને ભારતની જૂજમાંની એક શુદ્ધ -શાકાહારી અને આલ્કોહોલ રહિત રિસોર્ટ બનવાનું ગૌરવ મેળવ્યું છે.
Author: VS NEWS DESK
pradeep blr