‘મારી પાસે એવી ફિલ્મો પણ છે, જેમાં હું જ હીરો છું’

રશ્મિકા મંદાના હાલ તેની ફિલ્મ ‘છાવા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, ત્યારે વિવિધ ઇવેન્ટ અને ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે પોતાના સુપર સ્ટાર કૉસ્ટાર્સ સાથે કામ કરવાનો અનુભવ જણાવ્યો હતો. તાજેતરમાં તેણે રણબીર, વિકી અને અલ્લુ અર્જુન સાથે કામ કરવાનો અનુભવ કહ્યો હતો.

રશ્મિકાએ કહ્યું, “અલ્લુ અર્જુન અને મારી એનર્જી મેળ ખાય છે અમને બંનેને એકબીજા સાથે કામ કરવામાં મજા આવે છે. રણબીર કપૂર સાથે અમને કોઈ જ આડી અવળી વાતો ગમતી નથી. અમે માત્ર પાત્ર પર ધ્યાન આપીએ છીએ અને બીજી કોઈ જ વાત કરતા નથી. જ્યારે વિકી સાથે, દરરોજ સેટ પર મને એવો વિચાર આવતો કે આ કેટલો અદભૂત માણસ છે. આવા લોકો જ્વલ્લે જ મળે છે, તો તેમની સાથે કામ કરવાથી હું તો એમની આભારી છું.”

આ ઉપરાંત રશ્મિકા સલમાન સાથે ‘સિકંદર’માં કામ કરી રહી છે. ત્યારે હિરોઇનનો રોલ મુખ્ય રોલ હોય તેવી કોઈ ફિલ્મમાં કામ કરવા

અંગે રશ્મિકાએ કહ્યું,“બિલકુલ, મારી પાસે એવી ફિલ્મો પણ છે, જેની હિરો હું છું, પરંતુ હું સ્વકેન્દ્રી નથી. જ્યારે હું પડદા પર હોઉં તો લોકોને પકડી રાખીશ એવો મને વિશ્વાસ છે. પરંતુ મને બીજા કોઈની સ્ટોરીનો ભાગ બનવાનો પણ વાંધો નથી. કેટલીક ફિલ્મો મારી આસપાસ ફરતી હોય છે, પરંતુ કેટલીક ફિલ્મો એવી પણ હોય છે જેમાં હું એક મોટી વાર્તાને મદદ કરી રહી હોય, મને એમાં પણ મજા આવે છે.”

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು