અમેરિકાથી ડિપોર્ટ કરીને બીજી ફ્લાઇટમાં અમદાવાદ આવ્યા,રાત્રે ત્રીજી ફ્લાઇટ પહોંચી

અમેરિકામાં ડોનાલ્ટ ટ્રંપે સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદે ઘુસણખોરી કરી ચુકેલા ભારતીયોને પરત મોકલી રહ્યાં છે. 15મીએ રાત્રિએ બીજી ડિપોર્ટેશન ફ્લાઈટ લેન્ડ થઈ ગઈ હતી.

જેમાં 116 ભારતીયો હતા આમાં સૌથી વધુ 65 લોકો પંજાબના હતા. જ્યારે 8 લોકો ગુજરાતના પણ હતા.આઠ ગુજરાતીઓમાંથી બે ગાંધીનગરના અને છ મહેસાણાનાં રહેવાસી રવિવારે સવારે 10.45 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ સૌથી પહેલા તો તેમનું વેરિફ્કિેશન કરીને IB દ્વારા પૂછપરછ કરાઈ હતી.બાદમાં બાળક સહિતના 8 પ્રવાસીઓને અહીંથી તેમને પોલીસની પરદા વાળી ગાડીમાં બેસાડીને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે રવિવારે ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ્સનો વધુ ત્રીજો કાફ્લો પણ અમૃતસર એરપોર્ટ પર પહોંચશ જેમાં 112થી વધુ પ્રવાસીઓ પરત આવી રહ્યાં છે. આ પ્લેન રાત્રે 10 વાગ્યે લેન્ડ થવાની થઈ છે. જેમાં પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ હોવાની માહિતી છે અમેરિકાથી બીજી ફ્લાઈટમાં ડિપોર્ટ થયેલા લોકો અમદાવાદ એરપોર્ટ પર આવાના હોવાથી મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ પોલીસ પહેલેથી એરપોર્ટ પર હાજર થઈ ગઈ હતી. અમદાવાદ એરપોર્ટ પર ડીસીપી, બે એસીપી, સાત પીઆઈ અને 40 પોલીસ કર્મચારીઓ તથા ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને આઈબીની ટીમ તૈનાત થઈ ગઈ હતી. મહત્વનુ છે કે પહેલી ફલાઈટમાં અમેરિકાએ અગાઉ ગેરકાયદે વસતાં 33 ગુજરાતીઓને પરત મોકલ્યા હતાં. જેમાં સૌથી વધુ મહેસાણામાંથી હતાં હવે બીજી ફલાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા 8 પ્રવાસીઓમાં 6 મહેસાણાનાં હતા.
ગેરકાયદે પરત આવેલાની પૂછપરછ કરાશે

બીજી ફલાઈટમાં આવી ચુકેલા આઠ ગુજરાતીઓમાંથી બે ગાંધીનગરના અને છ મહેસાણાનાં રહેવાસી હતા. તેમને અમેરિકા પહોંચાડવામાં કોનો હાથ હતો, કયા રુટ થકી ત્યાં પહોચ્યા હતા, કેટલા રુપિયા નક્કી કરાયા હતા, પેમેન્ટ કયા સ્વરુપે ચુકવ્યુ , સ્થાનિક અને ગુજરાત બહારના કોણ-કોણ એજન્ટો હતા તે અંગેની તપાસ કરવામાં આવશે. તેમના નિવેદન લઈને સેન્ટ્રલ એજન્સીઓને સોંપાશે. ઈન્ટરનેશનલ લેવલે ચાલતા કબુતરબાજીના રેકેટને તોડવા માટે હવે સેન્ટ્રલ એજન્સીઓ સજ્જ બની છે.

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની યાદી

રુદ્ર ધવલભાઈ લુહાર – કલોલ ધવલભાઈ કિરીટકુમાર લુહાર – કલોલ

મિહિર ઠાકોર – મહેસાણા ધિરજકુમાર કનુભાઈ પટેલ – અમદાવાદ

કેનિશ મહેશભાઈ ચૌધરી – માણસા દીપકપુરી બળદેવપુરી ગોસ્વામી – મહેસાણા

આરોહીબેન દીપકુપરી ગોસ્વામી – મહેસાણા પૂજાબેન દીપકપુરી ગોસ્વામી – મહેસાણા

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು