Breaking News : રાજકોટની એસ્લાન્ટિંસ બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત, હજી અનેક લોકો ફસાયા,

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટની હાઈપ્રોફાઈલ સોસાયટીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પરની એસ્લાન્ટિંસ બિલ્ડીંગમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર બિલ્ડીંગની 6 માળ પર આગ લાગી છે. જેમાં 3 લોકોના મોત થયા છે.

Rajkot :  ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટની હાઈપ્રોફાઈલ સોસાયટીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પરની એસ્લાન્ટિંસ બિલ્ડીંગમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર બિલ્ડીંગની 6 માળ પર આગ લાગી છે. જેમાં 3 લોકોના મોત થયા છે. આ સોસાયટીમાં રાજકોટના નામાંકિત લોકો વસવાટ કરે છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી હાઈપ્રોફાઈલ એટલાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ. આ દુર્ઘટનામાં 3 લોકોના કરૂણ મોત થયા હોવાનું પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. મૃતકોમાં બે બિલ્ડિંગના રહેવાસી અને એક વ્યક્તિ ફાયરબ્રિગેડના જવાનો હોવાનું અનુમાન છે.

છઠ્ઠા અને સાતમા માળે લાગી હતી આગ

આગ બિલ્ડિંગના છઠ્ઠા અને સાતમા માળે લાગી હતી. અચાનક ભડકેલી આગ વિકરાળ બનતા આસપાસના વિસ્તારમાં ધુમાળો થતા ઘરમાં અનેક લોકો ફસાયા હતા.  આગની ઘટના બનતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી લોકો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. મળતી માહિતી અનુસાર આગમાં 3 લોકોના કરુણ મોત થયા છે. આગ લાગવાના પગલે બિલ્ડિંગમાં રહેલા રહીશો ભયનો માહોલ જોવા મળ્યો છે.

ફાયર બ્રિગેડનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું

આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તરત જ બચાવ કામગીરી શરૂ કરી. 6થી વધુ ફાયરની ગાડી આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયત્નો હાથ ધર્યા હતા. ફાયર બ્રિગેડે અનેક લોકોને સલામત બહાર કાઢ્યા, પરંતુ દુર્ભાગ્યવશ ત્રણ લોકોનો મોત થયા છે. જ્યારે હજુ પણ 7થી વધારે લોકો હજુ ફસાયેલા છે.

આગમાં 3 લોકોના મોત

આગના કારણે બિલ્ડિંગના ઉપરના માળમાં રહેલા ફલેટો અને મિલકતને મોટું નુકસાન થયું છે. હજુ સુધી આગના ચોક્કસ કારણ અંગે માહિતી મળી નથી. પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ ઇલેક્ટ્રિકલ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು