Sports: ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ શૂટઆઉટમાં રિયલ મેડ્રિડે એટ્લેટિકોને 4-1થી હરાવ્યું

રિયલ મેડ્રિડ અને એટ્લેટિકો મેડ્રિડ વચ્ચે ચેમ્પિયન્સ લીગ ફૂટબોલનો અંતિમ-16નો મુકાબલો નાટયાત્મક રીતે રોમાંચક બન્યો હતો. બંને ટીમે એકબીજા ઉપર લીડ મેળવવાની અનેક તક ગુમાવી હતી.

બંને વચ્ચેના પ્રથમ લેગના મુકાબલામાં રિયલ મેડ્રિડે 2-1થી વિજય મેળવ્યો હતો પરંતુ બીજા લેગના મુકાબલામાં કોનોર ગાલાહરે પ્રથમ મિનિટે જ ગોલ કરીને એટ્લેટિકોને 1-0થી આગળ કરી દીધું હતું અને આ ગોલ નિર્ણાયક બન્યો હતો. બંને ટીમ વચ્ચેનો એગ્રિગેટ સ્કોર 2-2નો થયો હોવાના કારણે મેચની વિજેતા નક્કી કરવા માટે પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવાયો હતો જે પણ નાટયાત્મક રહ્યો હતો. જુલિયન અલ્વારેઝની પેનલ્ટીને વીએઆર રિવ્યૂ દ્વારા રદ કરવામાં આવ્યો હતો. એન્ટોનિયો રુડીગેરે નિર્ણાયક પેનલ્ટી દ્વારા ટીમને વિજય અપાવી દીધો હતો. રિયલ મેડ્રિડ હવે ક્વાર્ટર ફાઇનલમાં આર્સનલ સામે રમશે.

આર્સનલે પીએસવી ઇન્ડહોવેન સામેનો મુકાબલો 2-2થી ડ્રો કરીને કુલ 9-3ના એગ્રિગેટ સાથે અંતિમ-8માં સ્થાન મેળવ્યું હતું. આ મેચમાં આર્સનલ માટે ઓલેસાન્દ્ર ઝિન્ચેન્કોએ છઠ્ઠી તથા ડેક્લાન રાઇસે 37મી મિનિટે ગોલ કર્યો હતો. પીએસવી માટે ઇવાન પેરિસિચે 18મી તથા કોયુહૈબ ડિનોચે 70મી મિનિટે ગોલ કર્યા હતા.

 

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು