‘મને કસ્ટડીમાં થપ્પડો મારી, ભોજન પણ ન આપ્યું…’ રાન્યા રાવના DRI અધિકારીઓ સામે આક્ષેપ

Ranya Rao Gold Smuggling Case: સોનાની દાણચોરીના મામલે ધરપકડ કરવામાં આવેલી કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવને એકવાર ફરી DRI (Directorate of Revenue Intelligence) અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાન્યાએ DRI પર આરોપ લગાવ્યો છે કે, તેને પૂછપરછ દરમિયાન થપ્પડ મારવામાં આવ્યા, જમવાનું નહતું અપાયું અને DRI અધિકારીઓએ તેને ખાલી દસ્તાવેજો પર સહી કરવા માટે મજબૂર કરી હતી.

DRI ના એડિશનલ ડાયરેક્ટર જનરલને લખેલા પત્રમાં રાન્યાએ ખુદને નિર્દોષ જણાવતા કહ્યું કે, મને ખોટા કેસમાં ફસાવવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીની દીકરી કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવને DRI એ 4 માર્ચ, 2025 ના દિવસે બેંગલુરૂના કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ધરપકડ કરી હતી. તે દુબઈથી 14.8 કિલોગ્રામ સોનાની દાણચોરી કરીને લાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ સોનાની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા છે.
મુખ્ય જેલ અધિક્ષક દ્વારા મોકલવામાં આવ્યો પત્ર

પરપ્પના અગ્રહારા જેલના મુખ્ય અધિક્ષકના માધ્યમથી મોકલવામાં આવેલા પત્રમાં રાન્યાએ દાવો કર્યો કે, મારી વિમાનની અંદરથી જ ધરપકડ કરી લેવામાં આવી હતી અને DRI એ મને સ્પષ્ટીકરણ આપવાની તક આપ્યા વિના ધરપકડ મારી ધરપકડ કરી લીધી હતી. જ્યારે મારી અટકાયત કરવામાં આવી, ત્યારથી લઈને કોર્ટમાં રજૂ કરવા સુધી મને શારીરિક રૂપે પ્રતાડિત કરવામાં આવી હતી. જે અધિકારીઓને હું ઓળખી શકું છું 10-15 વાર થપ્પડ માર્યા. વારંવાર મારપીટ છતાં મેં તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલાં નિવેદનો પર સહી કરવાનો ઈનકાર કરી દીધો.’
પહેલાં પણ લગાવ્યા આરોપ

આ પહેલાં પણ જ્યારે રાન્યાને આર્થિક ગુનાની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી તો કોર્ટે રાન્યાને અનેક સવાલ પૂછ્યા હતાં. કોર્ટે એક્ટ્રેસને પૂછ્યું હતું કે, તમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો? ત્યારે એક્ટ્રેસ કોર્ટમાં રડી પડી અને તેણે ડીઆરઆઈ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ કોર્ટે રાન્યાને પૂછ્યું કે, શું તમને મેડિકલ સારવાર મળી હતી? આ સવાલના જવાબમાં એક્ટ્રેસે ધ્રુજતા અવાજમાં દાવો કર્યો કે, તેને માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો છે.

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು