સુનિતા વિલિયમ્સને બાળપણમાં પ્રાણીઓ ખૂબ જ ગમતા હતા અને તેના આ પ્રાણી પ્રેમને કારણે તેણે પશુઓના ડૉક્ટર બનવાનું નક્કી કર્યું. તેણે અમેરિકામાં પ્રાણીઓના ડોકટર બનવા માટેના અભ્યાસ કોર્સ માટે અરજી પણ કરી હતી, પરંતુ સુનિતા વિલિયમ્સને તેની પસંદગીની કોલેજમાં પ્રવેશ મળી શક્યો નહીં, જેના કારણે તેણે પછી પ્રવેશ ના લીધો.
સુનિતા વિલિયમ્સ અવકાશથી પૃથ્વી પર પાછા ફર્યા બાદ દરેક જગ્યાએ, ઉલ્લાસભરી ઉજવણીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત અવકાશ યાત્રા પર ગઈ હતી. આ વખતે તેનુ પરત ફરવાનું સ્પેશ શટલમાં યાત્રિક ખામી સર્જાવાને કારણે તે સૌથી લાંબી સ્પેસવોક કરનારી મહિલા બની ગઈ છે. સુનિતા વિલિયમ્સ અવકાશમાં મેરેથોન દોડનારી વિશ્વની પ્રથમ અવકાશયાત્રી તરીકે પણ જાણીતી થઈ છે.
એવું કહેવાય છે કે, અભ્યાસ દરમિયાન સુનિતા અવકાશયાત્રી નહીં, પણ પશુચિકિત્સક બનવા માંગતી હતી, પરંતુ પછી કંઈક એવું બન્યું કે તે અવકાશયાત્રી બની ગઈ. ચાલો જાણીએ શું છે આખી વાત, તે કેવી રીતે અવકાશયાત્રી બની અને આખી દુનિયામાં પ્રખ્યાત થઈ?
ડોક્ટર પિતાની પુત્રી અવકાશયાત્રી
સુનિતા વિલિયમ્સના પિતાનું નામ દીપક પંડ્યા છે. ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના રહેવાસી દીપક પંડ્યાએ અમદાવાદથી દવાનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ સીધા અમેરિકા ગયા હતા. ત્યાં તેમણે સ્લોવેનિયન મૂળની એક મહિલા સાથે લગ્ન કર્યા, જેનાથી સુનિતા વિલિયમ્સનો જન્મ થયો. બાળપણમાં, સુનિતાને પ્રાણીઓ ખૂબ જ ગમતા હતા અને તેના આ પ્રાણી પ્રેમને કારણે, તેણે પશુઓના ડૉક્ટર બનવાનું નક્કી કર્યું. તેણે આ માટેના અભ્યાસ કોર્ષમાં ભણવા માટે અરજી પણ કરી હતી, પરંતુ તેને તેની મનપસંદ કોલેજ મળી શકી નહીં.
પછી 1983 માં, તેઓ યુએસ નેવલ એકેડેમીમાં જોડાયા અને 1987માં, તેમણે ભૌતિકશાસ્ત્રમાં ડિગ્રી મેળવી, જે તેમની સફળતા તરફનું પ્રથમ પગલું બન્યું. નેવલ એકેડેમીમાં તાલીમ પૂર્ણ કર્યા પછી, તે પાઇલટ બની અને વિવિધ પ્રકારના વિમાન ઉડાવ્યા. આ દરમિયાન, એક દિવસ તેમને જોહ્ન્સન સ્પેસ સેન્ટર જવાનો મોકો મળ્યો, જેણે તેમના જીવનને એક અલગ દિશા આપી. ત્યાં તેઓ અવકાશયાત્રી જોન યંગને મળ્યા, જે ચંદ્ર પર ચાલનારા 9મા માણસ બન્યા. સુનિતા તેમનાથી ખૂબ પ્રભાવિત થઈ અને એટલી પ્રભાવિત થઈ કે તેણે અવકાશયાત્રી બનવાનું નક્કી કર્યું.
નાસાએ તેને નકારી કાઢ્યું હતું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોન યંગને મળ્યા પછી, સુનિતા વિલિયમ્સે અવકાશયાત્રી બનવા માટે નાસામાં અરજી કરી હતી, પરંતુ તેની અરજીને તે સમયે નકારી કાઢવામાં આવી હતી. આ પછી, 1995માં, તેમણે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી અને ફરીથી નાસામાં અરજી કરી. આ વખતે તેણીની પસંદગી થઈ, પરંતુ તેણીને અવકાશમાં જવા માટે ઘણો સમય રાહ જોવી પડી. લગભગ 8 વર્ષ પછી, 2006 માં, તેણીને પ્રથમવાર અવકાશમાં જવાની તક મળી અને આ સાથે તે અવકાશયાત્રી બનનારી ભારતીય મૂળની બીજી મહિલા બની.