Rabi Crops MSP : લાંબો સમયથી ખેડૂતોને ભાવોની ગેરંટી ન આપનારી કેન્દ્રની સરકારે રવિ પાકોના ટેકાના ભાવમાં સામાન્ય વધારો કર્યો છે.
કેન્દ્રિય કેબિનેટે 6 રવિ પાકો માટે નવા ટેકાના ભાવને મંજુરી આપી છે. સરકારે ઘઉં સહિતના પાકોના નવા ભાવને મંજુરી આપી દીધી છે.
વધારા વિશે વાત કરીએ તો ઘઉંના પાકના ભાવમાં 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સરસવના પાકમાં 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરાયો છે. ઘઉંની અત્યારસુધીની એમએસપી 2,275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી.
સરસવની વાત કરીએ તો 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારા સાથે 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 5,950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે.
ચણાના ભાવમાં 210 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરીને 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરાયા છે. જે પહેલા 5440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા.
મસૂરના ભાવમાં 275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરાયો છે. તેના ભાવ 6,425 રૂપિયાથી વધારીને 6,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરાયા છે.
આ સિવાય કુસુમના ભાવમાં 140 રૂપિયાનો વધારો કરીને 5,800 થી 5,940 રૂપિયા કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વખત સિઝન પહેલા ટેકાના ભાવની જાહેરાત કરે છે. આ વર્ષે ખરીફ પાકો બાદ રવિ પાકો માટે પણ ટેકાના ભાવની જાહેરાત કરી છે.
Author: VS NEWS DESK
pradeep blr